સુરત શહેરના મહીધરપુરા પોલીસ મથક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર વ્યવસાય બંધ કરાવવા એક જાગૃત નાગરિક દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત….

સુરત, દિપ મહેતા :-

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પરજ સીમિત રહી ગઈ હોય એમ રોજે રોજ દારૂનું દુષણ બુલેટ ટ્રેનની ગતિએ વધી રહ્યું છે. રાજ્ય પોલીસ મહેકમને ઉગતા સુરતની સાથે જ દારૂનો વેપલો કરતા બુટલેગરોને નાથવા યુક્તિઓ ગોઠવવી પડતી હોય છે, છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં એક દિવસ પણ એવો બાકી નહીં જે દિવસે દારૂ નહીં પકડાયું હોય..!! તેમછતાં દારૂનો ધંધો કરતા મોતના સોદાગરો જૂજ રૂપિયાનું લાલચમાં યુવા ધનને બરબાદ કરતા રહે છે…

ગુજરાત રાજ્યમાં મહેનત મજુરી માટેનું હબ કહેવાતા સુરત શહેરમાં દારૂના દુષણ એ આતંક મચાવ્યો છે… સુરત શહેરના મહીધરપુરા પોલીસ મથકની હદમાં બેફામ બનેલા બુટલેગરો પોતાનો ગેરકાયદેસર વ્યવસાય ધમધમાવી રહ્યા છે. મહીધરપુરા વિસ્તારમાં દેશી તથા ઇંગ્લિશ દારૂના વ્યવસાયના બુટલેગરો પોતાને બેતાજ બાદશાહ સમજી ભર બજારમાં દારૂની ડિલિવરી કરતા હોય છે. જેના પાપે ભારતનું ભવિષ્ય કહેવાતું યુવા વર્ગ નશાના રવાડે ચડી રહ્યો છે.. આ બાબતેઅનેક વખતે સમાચાર માધ્યમો દ્વારા મોટા મોટા લેખ લખી બુટલેગરોના કાળા કારોબારને ખુલ્લો પાડવામાં આવ્યો છે તેમછતાં બેફામ બનેલા મહીધરપુરા વિસ્તારના બુટલેગરો ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ધમધમાવી રહ્યા છે.. જે બાબતનો વિરોધ કરી સુરતના એક જાગૃત નાગરિક દ્વારા ગૃહ વિભાગમાં લેખિત રજુઆત કરવાના આવી છે.. એ જાગૃત નાગરિકને આશા છે કે ગૃહમંત્રી તેઓની રજૂઆતને ધ્યાને લઈ કડકમાં કડક કાર્યવાહી કરવા હુકમ કરશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here