સુરત શહેરમાં લોકોના ઘરમાં તલવાર લઈ લૂંટ કરવા ઘૂસતાં 3 ટપોરીનું સુરત પોલીસે સરઘસ કાઢી શાન ઠેકાણે લાવી….

સુરત, દિપ મહેતા :-

સુરતમાં માથાભારે તત્ત્વો માથું ઊંચું કરે એ સાથે જ પોલીસ કાયદાનો ડર ઊભો કરવામાં સફળ રહી છે. પાંડેસરા પીઆઇ શ્રી કામલિયા સાહેબ દ્વારા લોકોના ઘરમાં તલવાર લઈને ઘૂસીને લૂંટ કરતા હત્યા અને ધાડના આરોપીની ધરપકડ કરીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેમાં અવધેશ સહાની અને
અણજીત કાલિયા તથા વિકાસ ઉર્ફે ટેટુ નામના 3 ઇસમની ધરપકડ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.
આ લોકોને સરેઆમ ડંડાવાળી કરીને ભાઇગીરીનો નશો પોલીસ દ્વારા ઉતારવામાં આવ્યો હતો. હાલ ચેઇન સ્નેચિંગના ગુનામાં આ લોકોની ભૂમિકા હોવાનું માલૂમ પડતાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કાયદાની મર્યાદામાં લઇ જઇ આ ટપોરીઓને લોકો સામે હાથ જોડાવ્યા હતા. અગાઉ ડિંડોલી અને લિંબાયતમાં પણ આવા ભાઇ લોકોનું જુલૂસ કાઢીને પોલીસે લુખ્ખાં તત્ત્વોની સાન ઠેકાણે લાવી હતી. આ 3 આરોપી પર હત્યા જેવા સંગીન ગુના દાખલ હોવાની વિગત પોલીસે જણાવી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here