સુરત બ્રૃહદ યુવા બ્રહમ્ભટ્ટ સમાજ દ્વારા શરદ પુર્ણીમા મહોત્સવ નિમીત્તે રાસ ગરબા તેમજ સમાજ-રત્ન આર.પી.બારોટ સાહેબ IPS DCP ઝોન ૫ સુરતના સન્માન સમારોહનુ સુંદર આયોજન કરાયું

સુરત, દીપ મહેતા :-

સુરત બ્રૃહદ યુવા બ્રહમ્ભટ્ટ સમાજ દ્વારા તા.૩૦/૧૦/૨૦૨૩ ના રોજ શરદ પુર્ણીમા મહોત્સવ નિમીત્તે રાસ ગરબા તેમજ સમાજ-રત્ન આર.પી.બારોટ સાહેબ IPS DCP ઝોન ૫ સુરત ના સન્માન સમારોહ નુ સુંદર આયોજન અન્નપુર્ણા મંદિર , પાલ, સુરત ખાતે કરવામાં આવેલ હતુ.
બ્રૃહદ યુવા બ્રહમ્ભટ્ટ સમાજ , સુરત ધ્વારા છેલ્લા સાતેક વર્ષ થી બારોટ , રાવ, બ્રહ્મભટ્ટ સમાજ ના ભાઈઓ-બહેનો માટે ગરબા નુ સુંદર આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે સમાજ ના ભાઈઓ બહેનો એ ખુબ મોટી સંખ્યા મા હાજરી આપી હતી. આ પ્રસંગે સમાજ ના IPS આર.પી.બારોટ સાહેબ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમાજ ના ગરબા મહોત્સવની શરુઆત કરવામાં આવી હતી.તેમજ મહાઆરતી કરવામાં આવી હતી. તથા આર.પી.બારોટ સાહેબ ને બ્રહ્મ્ભટ્ટ સમાજ નારી શક્તિ સુરત, ધ્વારા તલવાર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ, આ પ્રસંગે સમાજના ગરબા મહોત્સવ માં ભાગ લેનાર ને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તબક્કે સમાજ ના પ્રમુખ નિલકંઠભાઈ વાય. બારોટે પ્રેરક સંબોધન કરી સમાજ મા નવો ઉત્સાહ પુર્યો હતો.
આ પ્રસંગે સમાજ ના ટ્રસ્ટી મહેશભાઈ વિરમભાઈ બારોટ, વિરેન્દ્રભાઈ બ્ર્હ્મભટ્ટ ,સનતભાઈ બારોટ, અમીષભાઈ બારોટ, દિનેશભાઈ જે.બારોટ, કૌશલભાઈ ગુણવંતભાઈ બારોટ, નાઓ ઉપસ્થિત રહી સમાજ ને સરસ એકતા નો સંદેશો આપેલ હતો,આ પ્રસંગે કમલેશભાઈ બારોટ (અડાજણ), મનિષભાઈ બારોટ (અમરોલી) મનિષભાઈ બારોટ(ડભાડ) નાઓની મહેનત ખરેખર બિરદાવવા લાયક હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here