કાલોલ : સરકારના ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરતાં કોંગી કાર્યકરોએ જાહેર માર્ગોપર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા બાબત નુ આવેદનપત્ર સુપરત કરાયુ……

કાલોલ મા આજે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારાને લઈ કોંગ્રેસ આક્રમક મૂડ માં જોવા મળી રહી હતી.તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર ૬૦ ટકા થી પણ વધુ ટેક્ષ પેટ્રોલ-ડીઝલ ઉપર પ્રજાજનો પરથી વસુલ કરી રહી છે.ત્યારે વિકાસની વાતો કરતી આ સરકાર ગરીબ અને લાચાર પ્રજાનું શોષણ કરી રહી છે.તેમજ રીતે જાહેર માર્ગોપર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી મામલતદારને ડીઝલ -પેટ્રોલના ભાવ વધારો પાછો ખેંચવા કાલોલ તાલુકા મામલતદાર આવેદન પત્ર સુપરત કર્યું હતુ.
ડીઝલ, ખાધ્ય તેલ, રાંધણ ગેસના બોટલ, શાકભાજી, રેલ્વે તેમજ બસ સુવીધામાં પણ ભાજપ દ્વારા કમરતોડ ભાવ વધારો કરેલ છે. સાથે સમગ્ર દેશમાં બેકારીનો વિકટ પ્રશ્ન થયેલ છે. જેમાં દેશની મોટી કંપનીઓ બંધ થયેલ છે. બેકારીને લઇને લોકોનું જીવન કથળી ગયેલ છે સાથે સાથે કોરોના કાળમાં સરકારની બેદરકારીને લઇને યોગ્ય વ્યવસ્થાના અભાવે દેશના ઘણાબધાએ સ્વજનો સ્વર્ગે સીધાઇ ચુક્યા છે. દેશના જવાબદાર ભા જ પ.ના પ્રધાનમંત્રી તેમજ જવાબદાર મંત્રીઓ આ બાબતે સદંતર નિષફળ નીવળ્યા છે. શિક્ષણ વિભાગમાં પણ શિક્ષણ કથળી ગયેલ છે સાથે સાથે લોકોનું જીવન-ધોરણ પણ કઠળી ગયેલ છે. આમ જનતાને જીવું મુશ્કેલ બની ગયેલ છે. સત્તાધારી પક્ષની તમામ પ્રકારની નિષ્ફળતાઓને લઇને દેશની આર્થીક સ્થિતિ પણ કથળી ગયેલ છે. આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષની લાગણી અને માંગણી ધ્યાને લઇ આ ઉંઘતી સરકારને જગાળધ્રા માટે અનુસંધાને સમગ્ર દેશમાં પેટ્રોલ, આપના માધ્યમથી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here