સુરત : લાલગેટ પોલીસ ઉંઘતી ઝડપાઇ… ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે છાપા મારી જુગારધામને ઉજાગર કર્યો… આઠ સકુનીઓ પકડાયા

સુરત,દિપ મહેતા :-

સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં ખજુરાવાડી ઝૂંપડપટ્ટીમાં માત્ર આઠ દિવસ અગાઉ જ શરૂ થયેલા વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સોમવારે સાંજે છાપો મારી આઠ ને ઝડપી લીધા હતા. સંચાલક ફરાર થઈ ગયો હતો.
મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગતસાંજે મુગલીસરા રોડ મરજાંસામી મસ્જીદ સામે ખજુરાવાડી ઝૂંપડપટ્ટીની ખાલી જગ્યામાં ધમધમતા વરલી મટકાના જુગારધામમાં છાપો માર્યો હતો. પોલીસને જોઈ ત્યાં વરલી મટકાનો જુગાર રમનારાઓમાં નાસભાગ મચી ગઈ હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી ત્રણ જુગારી મો.શબ્બીર ગુલામ રસુલ શેખ, સમીરખાન રહેમાનખાન પઠાણ અને અભી સંજયસીંગને ઝડપી લીધા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાં વરલી મટકાનો આંક લખવા રાઇટર તરીકે નોકરી કરતા મો.ઝહીર મો.સલીમ નાલબંધ, અનવરુદ્દીન ગુરુમિયાં શેખ, અર્જુનભાઈ વસંતભાઈ ટેલર અને ખુરશીદ શબ્બીર જરદોશ તેમજ ત્યાં જુગાર રમવા આવતા જુગારીઓને ચા-પાણીની સગવડ પુરી પાડતા પટાવાળા મો.ફઈમ શબ્બીર અન્સારીને પણ ઝડપી લીધા હતા. ઝડપાયેલાઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે જુગારધામ ખજુરાવાડી ઝૂંપડપટ્ટીમાં રહેતા દાનીશ અન્સારીએ આઠ દિવસ અગાઉ જ શરૂ કર્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાંથી રોકડા રૂ.21,120, રૂ.33 હજારની મત્તાના 9 મોબાઈલ ફોન, ખુરશી, ટેબલ, પાણીનો જગ, ડોલ વિગેરે મળી કુલ રૂ.55,380 નો મુદ્દામાલ કબજે કરી સંચાલક દાનીશ અન્સારીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પરંતુ લાલગેટ વિસ્તારમા દેશી તથા વિદેશી દારૂનો વેપલો ઠેર ઠેર ધમધમી રહ્યો છે..
જોઈએ આવનાર સમયમાં આવી ગેરકાયદેસર પ્રર્વુતિ બંદ થશે કે નહીં..!!???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here