સાંસદ મનસુખ વસાવાનો ગૃહ મંત્રીને પત્ર લખ્યાના ગણતરીના કલાકોમાં જ ચૈતર વસાવા તડીપાર…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ માં બોગજ્ ગામ ની સરપંચ ની ચૂંટણી માટે ભારતિય ટ્રાઇબલ પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ના સાળા વચ્ચે ચૂંટણી ની બાબતે ઝગડો થયો હતો જેમાં સાંસદ ના સાળા ને માર મારતાં ડેડીયાપાડા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી,જેમાં સાંસદ મનસુખ વસાવા જાતે મેદાન મા પડ્યા હતા, અને ભારતિય ટ્રાઈબલ પાર્ટી સહિત તેના આગેવાનો સમગ્ર વિસ્તાર માં આતંક મચાવતા હાઉનું અને પોલીસ તંત્ર તેમને છાવરતી હોવાનો આરોપ લગાવ્યો હતો,

આ બાબતે તા 5 મી ના રોજ ગૃહ મંત્રી હર્ષ સંગવી ને ઝઘડિયા ના દરિયા ગામે BTP નાં કાર્યકરોએ જીવલેણ હૂમલો કર્યો હતો, હૂમલો થયાં બાદ પોલીસ ઉપર કોઇ કામગીરી કરાતી ન હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ સાથેજ સરપંચ ની ચૂંટણી માં વિજેતા ભાજપા ની વિચાર સરણી વાળા લોકો ને BTP નાં આગેવાની કાર્યકરો માર મારતાં હોવાનું પણ જણાવ્યું હતું. સાંસદ ના ગૃહ મંત્રી ને પત્ર લખ્યા ના ગણતરી ના કલાકોમાં જ ચૈતર વસાવા ને તડીપાર કરવાનો હુકમ જારી કરવામાં આવતાં હવે આગામી દિવસોમાં નર્મદા જીલ્લા સહિત ભરૃચ જિલ્લામાં ભાજપા અને BTP ની ગજગ્રાહ વધું વકરે તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here