નર્મદા જીલ્લામા 21 વર્ષ જી.આર.ડી. મા ફરજ બજાવનાર જવાનનુ મોત થતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત સ્ટાફ પરિવારજનોની મદદે આવ્યો

રાજપીપળા,(નર્મદા) આધિક પઠાણ :-

બીમારી મા મોતને ભેટેલા જી આર.ડી જવાન ના પરિવારજનો ને આર્થિક મદદ કરી સાંત્વના પાઠવતાં પરિવારજનો ભાવવિભોર

નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જી.આર.ડી. જવાન વસાવા શાંતિલાલભાઈ નાઓ એકવીસ વર્ષ સુધી જી.આર.ડી. જવાન તરીકે ફરજ બજાવેલ પરંતુ અચાનક બીમાર પડતાં તેઓનું 25/5/2021 ના રોજ સ્વર્ગવાસ થયેલ તેમના મૃત્યુ બાદ તેઓના પરિવારમાં દુઃખનું પહાડ તૂટી પડયું હતું તેમના મૃત્યુ બાદ એમની પત્ની અને એક અપંગ બાળક અનાથ બની ગયા તેમના બાળકો અને પત્નીને ધ્યાનમાં લઇ તેમની પરિસ્થિતિ જોઈ સાગબારાના જીઆરડી ના સભ્યો સ્વરગસત ના પરિવાર ની મદદ માટે આગળ આવ્યા હતા અને ફૂલ નહીં ને ફુલની પાંખડી ઉદ્દેશને ધ્યાનમાં રાખી તે જી.આર.ડી. મા ફરજ બજાવતા જવાનો પોતાના સ્વ. સાથી ના પરિવારજનો ને સ્વેચ્છિક ફાળો ઉઘરાવી તેઓની મદદમાં માટે આગળ આવ્યા હતા દુઃખના સમયે પરિવાર સાથે સહભાગી બનીને જી.આર.ડી. પી.એસ.આઇ કે .કે .પાઠક તથા જી.આર.ડી. જમાદાર ચંપકભાઈ ઓલીયાભાઈ તેમજ સાગબારા તાલુકાના માનદ અધિકારી પ્રવિણસિંહ જુવાનસિંહે સ્વરગસત જવાન ના ઘરે જઈ એમની વિધવા પત્ની સુમાબેન શાંતિલાલ ને રૂપિયા 5500 કે .કે. પાઠક તથા જીઆરડી જમાદાર ચંપકભાઈ એ રોકડ રકમ આપી એક ખૂબ જ પુણ્યનું કામ કરેલ હતું. અને તેમની પત્ની ને જણાવેલ કે ભવિષ્યમાં કોઈપણ તકલીફ પડે તો તાત્કાલિક અમારો સંપર્ક કરવો અમે લોકો જેટલું શક્ય હશે મદદ કરીશું માનવ સેવા એજ પ્રભુ સેવા
“પંછી પીએ ઘટે ના સરિતા નીર !
દાન કરે ધન નઘટે સહાય કરે રઘુવીર ” ની ઉકિત ને ખરા અર્થમાં સાર્થક કરી હતી.
પોતાના પતિએ જેઓ સાથે 21 વર્ષ પોતાનું કાર્ય કરી ફરજ બજાવી એ વિભાગ મદદરૂપ થતા પરિવારજનો પણ ભાવવિભોર થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here