સર્વર ડાઉન હોવાથી ઓનલાઇન પોલીસ રિપોર્ટ કે અન્ય જરૂરી દસ્તાવેજી કાર્ય અંતર્ગત ભારે હાલાકી

મોરબી, આરીફ દીવાન :-

સમગ્ર રાજ્યમાં ડિજિટલ ગુજરાત અંતર્ગત ઝડપી વિકાસ લક્ષી કાર્યો અંતર્ગત મોટાભાગની સિસ્ટમ ઓનલાઇન શરૂ કરી છે ત્યારે સર્વર ડાઉન હોવાના કારણે વિવિધ રાજ્ય સરકારની કચેરીઓ કે કેન્દ્ર સરકારની ના માધ્યમથી વિવિધ અરજીઓ અંતર્ગત અરજદારો ને ભારે હાલાકી નો ભોગ બનવું પડે છે ત્યારે મોરબી શહેર જિલ્લામાં રેશનકાર્ડમાં પુરવઠો મેળવવા તેમજ પોલીસ રિપોર્ટ કઢાવવા કે પછી મામલતદાર કલેકટર કચેરીમાં વિવિધ અરજીઓ ઓનલાઇન નિકાલ કરવા અંતર્ગત અરજદારો અને અધિકારીઓ વચ્ચે ભારે રક જક થતી હોય છે જેથી તંત્રની કામગીરી અંતર્ગત અરજદારોના મનમાં મનોમંથન ફરજ પરના કર્મચારી પર શંકા કુ શંકા જન્મી રહી છે સાથે જે વિકાસ લક્ષી સરકારના શાસનકાળમાં ડિજિટલ ભારત યુગમાં ડિજિટલ ગુજરાત સરવન ડાઉન સમસ્યા નો અંત લાવી ખરા અર્થે ડિજિટલ ગુજરાત બનવું જોઈએ તેવી આધુનિક યુગમાં લાગણી અને માંગણી મતદાર પ્રજાની રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here