મોરવા(હ) પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા/વોન્ટેડ આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ

મોરવા (હ) (પંચમહાલ) ગિરીશ બારીયા :-

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓ તરફથી વધુમાં વધુ નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારુ સુચના અને માર્ગદર્શન મળેલ હોય જે આધા૨ે પો.સ.ઇ શ્રી બી.એમ.રાઠોડ પેરોલ ફર્લો સ્કવોર્ડ પંચમહાલ ગોધરા નાઓને બાતમી હકિકત મળેલ કે મોરવા(હ) પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૦૨૫૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૨ મુજબના અપહરણના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મહેશભાઈ રમણભાઇ ચમાર રહે-તળાવ ફળીયું, રજાયતા તા.મોરવા(હ) જી-પંચમહાલ નાનો હાલ રતનાલ તા.અંજાર ખાતે મજુરી કરતો હોવાની ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જે આધા૨ે પેરોલ ફર્લો સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોકત ગુન્હાના કામનો આરોપી તથા ભોગ બનનારને રતનાલ તા.અંજાર જી.ભુજ ખાતેથી મળી આવતા આરોપીને હસ્તગત કરી તેમજ આ કામે ભોગબનનારને આગળની વધુ તપાસ માટે મોરવા(હ) પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે. પેરા
પકડાયેલ આરોપી
મહેશભાઈ રમણભાઈ ચમાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here