સમગ્ર વિશ્વમાંથી કોરોનાનો નાશ થાઈ તે ઉદ્દેશથી તિલકવાડાં નગરમાં ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યો

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે એ મહામારીએ સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવી રાખ્યો છે કોરોના મહામારી સામે સાવધાની રાખવા અને આ મહામારીને રોકવા માટે સરકાર તરફથી અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે દેશના નાગરિકો દ્વારા આ મહામારીને રોકવા માટે દવા અને દુવા બન્ને કરવામાં આવી રહ્યા છે તેમ છતાં આ મહામારીનો પ્રકોપ થોભવાનું નામ લઈ રહ્યો નથી,

ત્યારે આ મહામારીને રોકવા માટે તિલકવાડાં નગરમાં મારુતિ મંદિર ખાતે ગણપતિ મહારાજના ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તિલકવાડાં નગરના બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો તિલકવાડાં નગરના જયદેવ પાઠક દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવ્યો આ યજ્ઞમાં એક હજાર મોદકની આહુતિ આપવામાં આવી હતી.

તિલકવાડાં નગરમાં મારુતિ મંદિર ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર વિશ્વમાંથી કોરોનાનો નાશ થાઈ અને સર્વ ધર્મના સર્વેજનનું કલ્યાણ થાઈ તે ઉદ્દેશયથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ યજ્ઞમાં પૂજા પાઠ કરીને ભગવાન ગણેશ મહારાજ પાસે વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારીથી મુક્તિ મળે અને સમગ્ર વિશ્વ પહેલા જેવું જીવન જીવી શકે તેવી પ્રાર્થના કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here