તિલકવાડાં તાલુકાના વધેલી ગામે રહેતા 25 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

પ્રાપ્ત માહિતી મુજબ તિલકવાડાં તાલુકાના વધેલી ગામે રહેતા ગોવિંદભાઇ.જેસિંગભાઈ.તડવી ના પુત્ર સોમાભાઈ.ગોવિંદભાઇ. તડવી ગુરુવાર ને 5 – 11 – 2020 ના રોજ બપોરના 12/30 કલાક ના અરસામાં વધેલી ગામે પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હતી ઝેરી દવા પીધી હોવાની જાણ તેઓના પિતા ગોવિંદભાઇ ને થતા તેઓએ તાત્કાલિક તિલકવાડાં 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી.

108 એમ્બ્યુલન્સ સેવા ને જાણ થતાં તાત્કાલિક વધેલી ગામે સ્થળ પર પહોંચીને દર્દી ને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો તિલકવાડાં આરોગ્ય કેન્દ્ર માં આવતાજ તિલકવાડાં સામુહિક આરોગ્ય કેન્દ્ર માં સેવા આપી રહેલા ડો.આર.જે રંજન દ્વારા તાત્કાલિક દર્દી ની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી સારવાર દરમિયાન દર્દી ભાન માં હોવાનું જાણવા મળેલ છે.

ઘટનાની જાણ તિલકવાડાં પોલીસ મથકે થતા તિલકવાડાં પોલીસ વિભાગ દ્વારા જાણવાજોગ નો ગુનો નોંધી ને આગર ની તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here