શહેરા તાલુકામાં વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો,ધોરણ ૧ થી ૫ માં ડ્રોપ આઉટ રેટ ૦.૫૫ ટકા અને ધોરણ ૧ થી ૮ માં ડ્રોપ આઉટ રેટ ૧.૪૦ ટકા

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ. કલ્પેશ આર.પરમાર અને સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના સતત મોનીટરીંગ અને માર્ગદર્શનના કારણે તાલુકામાં ચાલુ વર્ષે ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેટમાં મહત્તમ ઘટાડો જોવા મળેલ છે. ધોરણ ૧ માં ૫૪૨૧ અને ધોરણ ૯ માં ૪૭૫૧ નામાંકન થયું છે. સમગ્ર રાજ્યમાં પંચમહાલ જીલ્લો ચોથા ક્રમે અને જિલ્લામાં શહેરા તાલુકો ત્રીજા ક્રમે આવેલ છે. વર્ષ ૨૦૧૮ -૧૯ માં ધોરણ ૧ થી ૫ માં ડ્રોપ આઉટ રેટ ૧.૨૦ ટકા અને ધોરણ ૧ થી ૮ માં ડ્રોપ આઉટ રેટ ૧.૭૯ ટકા હતો. જે વર્ષ ૨૦૧૯-૨૦ ઘટાડો થઈને ધોરણ ૧ થી ૫ માં ડ્રોપ આઉટ રેટ ૦.૫૫ ટકા અને ધોરણ ૧ થી ૮ માં ડ્રોપ આઉટ રેટ ૧.૪૦ ટકા થયો.

સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓન લાઈન હાજરી, નિયમિતતા, એકમ કસોટી, દર્પણ સાહિત્ય, ધોરણ ૧ અને ૨ બાળકોને પ્રજ્ઞા અભિગમ (પ્રવૃત્તિ મય) થી આપવામાં આવતું શિક્ષણ, શિષ્યવૃતિ અને ગણવેશ સહાયની રકમ સીધી બાળકો કે વાલીના બેન્ક ખાતામાં જમા, ટ્રાન્સપોર્ટેશન સુવિધા, સીઝનલ હોસ્ટેલ, સરકારી મોડેલ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયમાં રહેવા જમવા અને શિક્ષણની ઉત્તમ સુવિધાઓ, સરકારી શાળાઓમાં NMMS, PSE, ચિત્ર, જવાહરલાલ નવોદય અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સ્પર્ધાઓ, ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, ઈકો કલબ અને બાળ મેળાનું શાળા કક્ષાએ આયોજન કરી વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખી તેને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવે છે. ધો.૧ થી ૮ ની શાળાઓમાં ઈન્ટરનેટ સુવિધા અને કોમ્પ્યુટર લેબ, અર્લી મૅથેમેટિક અને ગણિત વિજ્ઞાન કીટ, શાળા પુસ્તકાલય, જ્ઞાનકુંજ પ્રોજેકટ સુવિધા ધરાવતી શાળાઓ, પર્યાવરણ પ્રયોગ શાળાઓ, એસ.ટી.પી.વર્ગ, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બપોરે ભોજન અને નાસ્તો, દૂધ સંજીવની યોજના અંતર્ગત ૧૦૦ ગ્રામ કેસર, મેંગો અને ઈલાયચી ફ્લેવરનું દૂધ, દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા માર્ગદર્શન અને મોનીટરીંગ દરમિયાન વિદ્યાર્થી અને વાલીઓની મુલાકાત તથા રિસોર્સ ખાતે વિવિધ કસરતો અને શિક્ષણ, વિવિધ સહાયો જેવી કે પાલક માતા પિતા યોજના, સંત સુરદાસ, બસ પાસ, દિવ્યાંગતાનું સર્ટિફિકેટ, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકોને કેલીપર્સ, હિયરીંગ હેડ, ટ્રાયસીકલ, વહીલચેર, ગોડી, મેગ્નેટ લાકડી વગેરે સહાય આપવા હમેશાં અગ્રેસર વગેરે બાબતોનું સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડો.કલ્પેશ આર.પરમાર અને તેમની ટીમ દ્વારા સઘન અમલીકરણ થતાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો થવાના કારણે ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો થયો છે. અને નામાંકનમાં વધારો થયો છે. શાળા છોડી દીધેલ બાળકોને એસ.ટી.પી.વર્ગ ચલાવીને શાળામાં જે તે ધોરણમાં મેઇન્સ્ટ્રીમ કરવામાં આવે છે. સમગ્ર શિક્ષા અભિયાન શહેરા અને શિક્ષણ પરીવારની ઉત્તમ કામગીરીને બી.આર. સી.કો.ઓર્ડીનેટર શહેરાએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here