સંખેડા પંચેશ્વર મહાદેવ પાસે ઓરસંગ નદીના પટમાંથી રાત્રિના સમયે બિનઅધિકૃત રેતીનુ ખનન કરતા એક લોડર મશીન તેમજ એક ટ્રક ઝડપાઈ

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પંચેશ્વર ઓરસંગ નદીના પટમાંથી રૂા. ૨૫,લાખનો મુદ્દામાલ ઝડપ્યો

છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકાના પંચેશ્વર નજીક રાત્રિના સમયે ઓરસંગ નદીના પટમાંથી બિનઅધિકૃત વિસ્તારમાંથી રેતી ખનન કરતું એક લોડર મશીન અને એક ટ્રક ખાણ ખનીજ ખાતાએ ઝડપી કાઢી હતી. ખાણખનિજ ખાતાની ગોલાગામડી ચેક પોસ્ટના માઇન્સ સુપરવાઈઝર યોગેશભાઈ સવજાણીએ આપેલી માહિતિ મુજબ જિલ્લા ક્લેકટર સ્તુતિ ચારણ તથા ભૂસ્તરશાસ્ત્રી એન.એ.
પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગોલગામડી ચેકપોસ્ટના માઈન્સ સુપરવાઇઝર યોગેશ સવજાણી, જીલુભા સિસોદિયા તેમજ જયદીપભાઇ કેડિયા અને ડ્રાઇવર અજય રાઠોડ તથા સિક્યુરિટી અક્ષય ગોહિલ દ્વારા સંખેડા પંચેશ્વર ઓરસંગ નદી પટ્ટ પર આકસ્મિક તપાસ હાથ ધરતા બિન અધિકૃત રીતે સાદી રેતી ખનીજ ભરતા એક લોડર મશીન તેમજ એક ટ્રક ઝડપી કાઢવામાં આવ્યું છે. જે ઝડપાયેલ આશરે રૂા. ૨૫, લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અને આ બે ફામ બનેલા ખનન માફિયાઓ માં જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય એમ રાત્રિના બાર વાગ્યા પછી ધંધો શરૂ કરી મસ્ત મોટી આવક બમની કરતા ખનન માફિયા ઓ ને કાયદાનું ભાન કરાવવા રાત્રિના પણ સઘન પેટ્રોલિંગ કરવું પડે તેવી નોબત આવી ગઈ છે અને આવા બે નંબરી ખનન કરતાં નબીરાઓને ખનીજ ખાતાના અધિકારી એન એ પટેલ સાહેબ ના માર્ગદર્શન અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર સંખેડા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here