માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામના 30 વર્ષીય આર્મી મેન નું અવસાન તેમના પાર્થિવ દેહને માદરે વતન ખાતે આપવામાં આવી અંતિમ વિદાય

જૂનાગઢ, મયુર કોદાવલા :-

જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ગળોદર ગામ ના ક્ષત્રિય હાટી દરબાર સમાજ નો યુવાન દિનેશનાથાભાઈ સિંધવ જે ભારતીય સેના આર્મી માં ફરજ બજાવતો હતો

જ્યારે હાલ દિનેશભાઇ સિંધવ જેઓ ભગવાન કૃષ્ણ ની જન્મભૂમિ મથુરા ખાતે તૈનાત હતા જ્યાં ગઈ રાત્રે તેમની તબિયત અચાનક લથડતા ત્યાંની સ્થાનિક આર આર હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મૃત્યુ થયું હતું

ત્યારે આ બાબત ની પરિવાર અને ગામ માં થતા અરેરાટી નો માહોલ દેખાયો હતો

જ્યારે આજે ભારતીય સેના આર્મી રેજીમેન્ટ દ્વારા યુવાન ના પાર્થિવ દેહ વતન લઈ આવવામાં આવ્યો હતો ત્યારે નાના એવા ગળોદર ગામે દેશ ભક્તિ ના ગીતો અને નારાઓ સાથે નું વાતાવરણ દેખાયું હતું જ્યારે દિનેશભાઇ સિંધવ ની અંતિમ યાત્રા માં ગળોદર તેમજ આસપાસ ના વિસ્તાર માંથી હજારો ની શખ્યમાં લોકો જોડાયા હતા અને દિનેશભાઇ સિંધવ ને શ્રદ્ધાંજલિ સાથે અંતિમ વિદાય આપી હતી

ગળોદર ગામની જો વાત કરીએ તો માત્ર 3 હજાર જેટલી વસ્તી ધરાવતા ગળોદર્ ગામમાંથી તેમજ માળીયા તાલુકામાંથી ઘણા યુવાનો ભારતીય સેનામાં ફરજ બજાવે છે તેમજ ઘણા યુવાનો દેશ સેવા કરી સેવા નિવૃત પણ થયા છે

ત્યારે હાલ ગળોદર ગામના સિંધવ દિનેશભાઇ નું મૃત્યુ થતા ગામ લોકો તેમજ આર્મી ના ચાહકોમાં ગમગીની નો માહોલ જોવા મળ્યો હતો જ્યારે યુવાન ના પાર્થિવ દેહ ને સ્થાનિક સ્મશાન ઘાટ પર અંતિમ વિદાય સમયે ભારતીય સેનાના જવાનો દ્વારા રાઇફલ સાથે સલામી આપવામાં આવી હતી ત્યારે એક બાજુ લોકોમાં દુઃખ નો માહોલ હતો અને સાથે સાથે દેશ ભક્તિ નું જનુંન પણ દેખાયું હતું

ત્યારે દેશ ના સીમાડાઓ ને સુરક્ષિત રાખતા દિવસ અને રાત ખડે પગે રહેતા દેશ માટે પોતાના પ્રાણો ને ન્યોછાવર કરી દેનાર ફોજી જવાનને અમારી ચેનલ ના માધ્યમ દ્વારા પણ શ્રદ્ધાંજલી અર્પણ કરીયે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here