છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે જશુભાઇ રાઠવાની નિમણિક કરવામાં આવતા ભાજપ કાર્યકરોમાં ખુશી..

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભાજપમાં ઉમેદવારી કરવા માટે , 27, જેટલા ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી.
એવા સમયે પાંચ વખત સાંસદ અને રેલ રાજ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવા કાર્યકરો સહિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી,આર પાટીલ સાહેબ નાહસ્તે કેસરિયો ધારણ કરતા પંથકમાં રાજકારણ ગરમાયું હતું અને રાજકીય પંડિતોના ગણિતમાં ગોટાળા સર્જાયા હતા અંતે ભાજપ દ્વારા બુધવારે ઉમેદવારે નવી યાદી જાહેર કરાતા છોટાઉદેપુર લોકસભા બેઠક માટે જશુભાઈ રાઠવા નું નામ જાહેર કર્યા હતા પંથકમાં કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપેલી જોવા મળી હતી અને છોટાઉદેપુર જિલ્લા વસેડી ગ્રામ પંચાયતના સરપંચે રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર જશુભાઈ રાઠવા
એ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવી હતી ૨૦૧૭ ની સાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને વિધાનસભાની ટિકિટ આપવામાં આવતા કોંગ્રેસનો ઉમેદવાર મોહનસિંહ રાઠવા સામે કાંટે કી
ટક્કર થઈ હતી જેમાં માત્ર ૧૧૦૦ મતથી જશુભાઈ રાઠવાનો પરાજય થયો હતો. જોકે સાલ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ટિકિટ માંગી હતી
પરંતુ રાજેન્દ્રસિંહ રાઠવાને ટીકીટ ફાળવવામાં આવતા નારાજ થયેલા જશુભાઈ રાઠવા તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું જોકે પ્રદેશ અધ્યક્ષ પાર્લામેન્ટી બોર્ડના સભ્ય દ્વારા તેમને વચન આપવામાં આવ્યું હતું જે
પરિપૂર્ણ થયું હોય તેમ 2024 ની લોકસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ ફાળવવામાં આવતા છોટાઉદેપુર જિલ્લાના ભાજપના તમામ કાર્યકરોમાં ખુશી ની લાગણી જોવા મળી હતી કાર્યકરો એભારે આતસબાજી ટીમની નાચ કરી ભાજપ કાર્યકર્તાઓ ખુશી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here