શહેરા : લગ્નગાળાની સિઝનમાં સ્વેચ્છીક લોકડાઉન લાગે એ પહેલા બજારોમાં ભીડ ઉભરાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરાના બજારોમા લગ્નસરાની સિઝનને લઈને ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.બજારોમા આવેલ અમુક દુકાનદારો એ તમાકુ સહિતના ભાવ પ્રિન્ટ કરતા વધુ લેતા હોવાની બૂમો ઉઠી હતી.કોરોનાનુ સંક્રમણ વધે નહિ તે માટે મંગળવારના ચાર વાગ્યાથી બુધ ,ગુરુ અને શુક્રવાર ત્રણ દિવસ સપૂર્ણ લોકડાઉન સાથે બજારો સંપૂર્ણ બંધ રહેનાર હોવાથી રોજીંદા કમાઈને ખાનાર લોકો ભારે ચિંતિત થઈ ઉઠ્યા છે.

શહેરા તાલુકામાં સતત કોરોના કહેર વચ્ચે લગ્નસરાની સિઝન હોવાથી ગ્રામીણ વિસ્તારમાંથી ખરીદી કરવા માટે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.બજારો મા હાલ પણ માસ્ક વગર અનેલ લોકો ફરતા જોવા મળવા સાથે સોશિયલ ડિસ્ટન્સનુ પાલન નહી થતું જોવા મળી રહ્યું હતુ. તાલુકા મથક ના મુખ્ય બજારો મંગળવાર ના ચાર વાગ્યાથી શુક્રવાર સુધી સંપૂર્ણ બંધ રહેવાના હોવાથી જીવન જરૂરિયાત સહિત કરિયાણા ,કાપડની દુકાનો મા લોકો ખરીદી કરતા નજરે પડ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્ર પણ હવે એક્શન મા આવીને કોરોના નુ સંક્રમણ વધે નહી તે માટે કાર્યવાહી કરે તે પણ હાલની પરિસ્થિતિ ને જોતા અત્યંત જરૂરી લાગી રહયુ છે. વહેપારીઓ સ્વૈચ્છીક આવનાર ત્રણ દિવસો સુધી ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.ત્યારે હોલસેલ ના વેપારીઓ આ દિવસોમાં પાછલા દરવાજે ધંધો કરતા નજરે પડશે તો તંત્ર આ સામે આંખ આડા કાન કરશે કે પછી કડક કાર્યવાહી કરશે ? તેવા અનેક સવાલો નાના વેપારીઓમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે. મામલતદાર સહિત સબંધિત તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પ્રિન્ટ કરતાં વધુ લેવામાં નહીં આવે તે માટે તેઓ દ્વારા ખાનગી રાહે માહિતી મેળવીને ઓચિંતી તપાસ દુકાનોમાં હાથ ધરે તો ખરી હકીકત સાથે પ્રજાજનોને પણ ઓછા ભાવે ચીજવસ્તુઓ મળી શકે તો નવાઈ નહી….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here