વિદેશ થી
કોવિડ-૧૯ ની મહામારી સંદર્ભે મોકલવામાં આવેલ સહાય માથી રાજપીપળાના સરકારી દવાખાનાને વિવિધ ઉપકરણોની પ્રાપ્ત થયેલી સહાય

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

Ministry of External Affairs (Covid Cell) તરફથી મળેલ પત્ર અન્વયે વિદેશથી Covid-19 મહામારી અર્થે સાધનોની સહાય રાજપીપલાની જનરલ હોસ્પિટલને મળેલ છે. જેમાં ઈજિપ્તથી કુલ-૧ ડિફિબ્રીલેટર શોક મશીન અને કુલ-૧ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન મળેલ છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીનથી હ્રદયમાં હ્રદયઘાતનો હુમલો થયો હોય તો ખબર પડે છે. તેમજ ડિફિબ્રીલેટર મશીનની હ્રદયના ધબકારા બરાબર ન ચાલતા હોય ત્યારે જરૂર પડે છે. સાથે કુલ-૧૫ નંગ પલ્સ ઑક્સીમીટર USA તરફથી મળવાના બાકી છે. જે મશીનથી દર્દીનો ઑક્સીજન સેચ્યુરેશન ખબર પડે છે, તેમ સિવિલ સર્જન ડૉ.જયોતિબેન ગુપ્તા તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here