છોટાઉદેપુરના સિલ્વર પ્લાઝમા આગ ભભૂકી: ફાયર સેફ્ટીની મોકડ્રીલ યોજાઈ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આગ લાગે ત્યારે શું કરવું તે અંગે કત્યાયન સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લી ના DDU GKY ના વર્ગોમાં ફાયર ઈમરજનસી બાબતે  અસ્માં મોહંમદ મુનાફ પઠાણ તથા છોટાઉદેપુર નગરપાલિકાના કર્મારીઓ દ્વારા સફળ મોકડ્રિલ કરવામાં આવી અને તે અંગે બાળકોને માર્ગદર્શન અપાયું

છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા SBI સામે આવે આવેલ સિલ્વર પ્લાઝા માં ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.
આ મોકડ્રીલ દરમ્યાન સ્ટુડન્ટસ, સ્ટાફ તેમજ અન્ય દુકાનદારોને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર તથા ફાયરમેન અને તે સહિતના સ્ટાફ દ્વારા સિલ્વર પ્લાઝમા આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને આગમાં સ્વબચાવ કેવી રીતે કરવો તથા આગમાં ફસાયેલા લોકોને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલ યોજાઇ હતી.

આ સફળ મોકડ્રીલ ના આયોજન માટે સિલ્વર પ્લાઝાના તમામ આગેવાનો અને દુકાનદારોએ કત્યાયન સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લી DDU GKY ના સ્ટેટ મેનેજર અસ્માં પઠાણ અને સેન્ટર મેનેજર મોહંમદ મુનાફ કાદરી તથા તમામ ફાયર કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here