વનવાસી કલ્યાણ પરીષદ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અંતરીયાળ વનવાસી ક્ષેત્રમાં યોજાઇ ચિકીત્સા શિબિર

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગિરવન પ્રદેશથી નસવાડીના વનક્ષેત્રના વનબાંધવો સાથે બધાચો વસુદેવકુટ્ટુબમનો નાતો
જૂનાગઢનાં જાણીતા ફીજીશીયન ડો મુકેશ પાનસુરીયાની આગેવાનીમાં નિષ્ણાંત તબીબી અને કાર્યકર્તાઓની અનેરી સેવા
છોટાઉદેપુરતા ૨૦
ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ જૂનાગઢ એકમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પાવી તાલુકાના સાલોજ અને નસવાડી તાલુકાના ઘામશીલા ગામોએ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મેડીકલ કેમ્પનું આયોજન જૂનાગઢ વનવાસી કલ્યાણ પરીષદના જિલ્લાધ્યક્ષ ડો. પ્રવિણ સોજીત્રાનાં માર્ગદર્શન તળે ડૉ.મુકેશ પાનસુરીયાની આગેવાની કરવામાં આવ્યું હતું. ગિર-ગિરનારનાં વનપ્રદેશમાં નગરજનોએ છેક નસવાડી તાલુકાના અંતરીયાળનાં ગ્રામમાં વસતા વનબોધવાના સ્વાસ્થ્યની ખેવના કરવા વાદવકુટુંબમની ઉદાત ભાવના પ્રતિપાદિત કરી હતી. આ ચિકીત્સા શિબિરમાં બાળરોગ નીષ્ણાંત ડો.ભરતભાઈ વોરા, અસ્ત્રીજન્ય રોગોના નીષ્ણાત ડૉ ચિરાગ પાનસુરીયા, દતચિકીત્સના નીષ્ણાત ડૉ. અનિલ રૈયાણી, ચર્મરોગ નિષ્ણાત ડૉ. ફ્રેંચર ચોવટીયા, ડો. મહેન્દ્ર તારપરા અને રશ્મીબેન તારપરા, ડૉ. જયદીપ માલવિયા, સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ. કાજલ સુહાગીયા, ઓર્થોપેડીક સર્જન ડો. યાઠાકર સહિત કાર્યકર્તા સર્વશ્રી રોહિતભાઈ લાખાણી, રામજીભાઈ રાબડીયા થ્યામ લાખાણી, પ્રફુલભાઈ વણપરિયા, અશ્વિનભાઈ પોશિયા, છગનભાઈ સાગાણી, ચંદુભાઈ સુવાગીયા, ગીરીશભાઇ પીશિયા, પ્રફુલભાઈ પટોળીયા, કિશોરભાઈ ઠુંમર, ફિશનભાઇ રસોત્રા, રાજયમાઈ ચોવટીયા, મનીષભાઈ દેસાઈ, રામજીભાઈ ગજેરા, અશ્વિનભાઈ પટેલ મોહનભાઈ વડોદરિયા, દિનેશભાઈ વેકરીયા, જયદીપભાઇ ખુંટ, જેઠાભાઈ લાખાણી, ધર્મેશભાઇ મંગલાણી હરેશભાઈ કાનાણી દિલીપભાઈ સોંદરવા, મિલનભાઈ માલવિયા, જયશ્રીબેન બારડ, બાબુભાઇ ઉસદડીયા, રામજીભાઇ ડોબરીયા, જયેન્દ્રભાઇ મેઠીયા, દૃશ્યતભાઇ, રમેશભાઇ ભિમાણી, શ્રી સહિત કાર્યકર્તાઓની ટીમ ચિકિત્સા બિર માટે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વનવાસી બાંધવોના સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે ચિકિત્સા શિબિરના ભાગરૂપે પહોંચી હતી. હનક્ષેત્રનાં બાંધવોના આરોગ્ય ચિકીત્સા શબીરની મુલાત વડોદરા રીજીયનનાં મુખ્યયન સંરાકશ્રી અંશુમન ગામાં એ રૂબરૂ લઇ
સૌરાષ્ટ્રની સેવાપરાયણતાની ગુંજ દક્ષીણ ગુજરાતનાં મનક્ષેત્રમાં ગુંજતી કરવા બદલ સૌ કાર્યકર્તાઓને બીરદાવ્યા હતા. નનવાસી કલ્યાણ પરીષદનાં પ્રદેશ કારોબારીના જેન્તીભાઇ પટેલ, ચંદ્રકાન્તમાઇ સવાણી, શ્રી પંચાલ, અરવિંદભાઇ રાઠવા અહિત હોદેદારોએ ગુજરાત વનક્ષેત્રમાં કાર્યકર્તા ભાઇ બહેનીના પ્રયાસથી ચિકિત્સા ભરપુર વરસાદ સાથે કુદરતના સાનિધ્યમાં ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ સુધીમાં ૬૭ ચિકિત્સા શિબિર સફળતાપૂર્વક સંપન્ન કરી છે. ડૉક્ટર મિત્રો, જ્ઞર્માસિસ્ટ મિત્રો, કાર્યકર્તા ભાઈ બહેનોના સખત પરિશ્રમથી મેડિકલ કેમ્પનું આયોજન શક્ય બને છે. ચિકિત્સા શિબીરોને સફળ કરવા માટે દવા ઉત્પાદક મિત્રોની પણ ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો છે. ૧૦ જિલ્લાના ૨૨ તાલુકામાં કુલ ૩૭ ચિકિત્સા શિબિરમાં ૧૧૨૦૩ દર્દીઓએ ૨૨૭ ડોક્ટરો પાસે પોતાના શારીરિક સ્વારથ્યની નીદાન સારવાર કરાવી હતી. જેમાં ૧૦૦ જેટલા ફ્રાસિસ્ટ ભાઈ બહેનોએ સેવા આપી હતી. આ ૬૭ મેડિક્લ કેમ્પમાં ૩૬૫ ગામના લોકોએ સ્વાસ્થ્યની સારવાર મેળવી હતી. આ સેવા કાર્યમાં ૩૦૯ નગરીય કાર્યકર્તાઓ અને ૮૨૩ ગ્રામીણ કાર્યકર્તાઓ મળીને ૧૧૩૨ કાર્યકર્તાઓએ સેવાઓ આપી હતી.
આગામી દિવસોમાં વધુ ૫૦ મેડિકલ કેમ્પનું આયોજન થનાર છે. અત્યાર સુધીમાં વનવાસી બાંધવોના સ્વાસ્થ્ય અને તેમની સાથે વાસુદેવ કુટુંબક્રમની ભાવના જાગ્રતબને તે રીતે આયોજીત થઈ રહેલા ચિકિત્સા શિબીરોમાં વાપી, ધરમપુર, વડોદરા, અમદાવાદ, સુરત, બારડોલી, ભરૂચ, જુનાગઢ, દાહોદ, ડભોઈ, વધઇ, આહવા, લીમડી વગેરે સ્થાન પરથી મેડિકલ ટીમનો સહકાર પ્રાપ્ત થયો છે, જ્યારે આગામી સમયમાં ડીસા, ધાનેરા, પાલનપુર, હિંમતનગર, ભિલોડા, મેઘરજ, અંકલેશ્વર, વ્યારા, સોનગઢ બારીયા, વગેરે સ્થાન પરથી ચિકિત્સા ટીમ સેવા આપવા જશે. અત્રે ઉલ્લેખની છે કે વનનાસિ ક્ષેત્રમાં આયોજિત કરવામાં આવી રહેલ અને આયોજિત કરવામાં આવેલ મેડિકલ કેમ્પ માટે દવાઓનો મોટા પ્રમાણમાં જરૂરિયાત થાય તે સ્વાભાવિક છે. આ માટે વડોદરા, અમદાવાદ, સુરત, વાપી તથા જૂનાગઢ વગેરે સ્થાન પરથી વિવિધ દવા ઉત્પાદકો, દવા વિકેતાઓ તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સયોગ રૂપે સારા એવા પ્રમાણમાં દવાઓ ઉપલબ્ધ થઈ રહી છે. આગામી સમયમાં આ જ રીતે સર્વના r સહયોગથી શ્રેષ્ઠ પ ચિકિતા બિર ૮ મી એક્ટોબર સુધીમાં સંપન્ન થશે. એવો અવાસી કલ્યાણ પરિષદ વિશ્વાસ વ્યક્ત કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવે છે તે જગ્યા ઉપર ગાંધી જયતીથી લઈને નવરાત્રીના પ્રારંભ સુધી સતત ૧૫ દિવસ સુધી વ્યસન મુક્તિ અભિયાન ડ્રાક્ષ પરવામાં આવશે. ગામેગામ ભાંત સૂત્ર લખાશે, તથા સમાજ જાગૃતિ માટે ૭પ થી ૧૦૦ જેટલા સ્થાન પર વ્યસન મુક્તી રેલીનું આયોજન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here