તિલકવાડા નગરની શ્રી.કે.એમ શાહ હાઇસ્કુલ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં અનેરી ખુશીનો માહોલ

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

કોરોના મહામારી ને કારણે ઘણા સમયથી બંધ સ્કૂલો સમયની માંગ સાથે સરકારે ચાલુ કરવાના નિર્ણયને તિલકવાડાં નગર ના વિદ્યાર્થીઓ એ આવકાર્યો છે

નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે સરકાર ની ગાઈડલાઈન મુજબ ઘણા સમયથી બંધ હાલતમાં પડેલી શાળાઓ ખોલવાના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તે સાથે કોવિડ 19 ની ગાઈડલાઈન મુજબ તિલકવાડા નગરની શ્રી કે.એમ.શાહ હાઇસ્કુલ ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ને સ્કૂલ પ્રસાસાન દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો.

સ્કૂલમાં આવનાર વિદ્યાર્થીઓને કોવિડ 19 ની ગાઈડલાઈન મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત સરકાર ની ગાઈડલાઈન મુજબ ધ્યાન રાખીને શાળાના કંપાઉન્ડમાં સોસિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ગોળ રાઉન્ડ કરવામાં આવ્યા હતા અને દરેક વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને એન્ટ્રી આપવામાં આવી હતી તે ઉપરાંત દરેક વિદ્યાર્થીઓ નો થર્મલ ઘન વડે ટેમ્પરેચર ચેક અપ કરી સેનેટાઈઝર કરીને ક્લાસમાં એન્ટ્રી આપવામાં આવી હતી અને દરેક ક્લાસમાં વિદ્યાર્થીઓને સોસિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા.
ઘણા મહિનાઓ બાદ સ્કૂલ ખોલવાથી વિદ્યાર્થીઓમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને બાળકો ઉત્સાહભેર શાળામાં આવતા જોવા મળી રહ્યા છે શાળા પ્રશાસન દ્વારા પણ કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને કોવિડ 19 ની ગાઈડલાઈન મુજબ શાળાઓમાં બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી છે તે ઉપરાંત બાળકોને કોરોના મહામારી સામે સાવચેતી રાખવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here