રાજપીપળા પાસેના શહેરાવ ગામના પતિ પત્નીને વિદેશી દારૂના વેપલામાં નર્મદા LCB પોલીસે ઝડપી પાડ્યા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પોલીસને ઘર સહિત કોતરમાં સંતાડેલ રૂ.90,900 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

નર્મદા જિલ્લા પોલીસને જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુમ્બે એ મકરસંક્રાંતિ ઉતરાયણ ના પર્વ હોઈને અસામાજિક પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવાની સૂચના આપી હોય નર્મદા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ગોહિલ નાઓ એ તેમના તાબા હેઠળના પોલીસ જવાનોને માર્ગદર્શન આપી સાબદા કર્યા હતા જે અંતર્ગત નર્મદા એલસીબીના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળતા રાજપીપળા પાસેના શહેરાવ ગામ ખાતેથી વિદેશી દારૂના વેપલા સાથે સંકળાયેલા પતિ પત્નીને ઝડપી પોલીસે રૂ. 90,900 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળેલ હતી કે શહેરાવ ગામ ખાતે રહેતો રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ વિદેશી દારૂનો વેપલો કરે છે અને તેના ઘરમાં વિદેશી દારૂ હોય પોલીસે તેના ઘરે રેડ કરી હતી રેડ દરમિયાન તેના ઘરમાંથી વિદેશી દારૂના 29 કવાટરિયા મળી આવ્યા હતા, અને તેના ઘરમાં તેની પત્ની હોય તેની પૂછપરછ કરતા તેનું નામ તેણીએ રમીલાબેન રાઠોડ જણાવ્યું હતું જેથી પોલીસે તેની ઘનિષ્ઠ તપાસ કરતા તેણીએ વધુ વિદેશી દારૂનો જથ્થો તેઓના ખેતરની બાજુમાં આવેલા કોતરો માં સંતાડેલ હોવાનું જણાવેલ હતું જેથી પોલીસે ખેતરમાં જઈ ત્યાં તપાસ કરતા પોલીસને કોતરમાંથી છુપાવેલ વધુ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અને આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો રાઠોડ પણ ત્યાં મળી આવ્યો હતો વિદેશી દારૂ ના હોલ સહિત બિયરની બોટલ પણ મળી આવી હતી પોલીસે કોતરમાંથી બિયર નંગ 60 વિદેશી દારૂના હોલ 144 મળી કુલ રૂ 90900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે વિદેશી દારૂ ના વેપલામાં પતિ પત્નીની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here