રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સીવણ તાલીમવર્ગ અને મહેંદી સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડનું આયોજન કરાયું…

મોરબી,આરીફ દીવાન :-

આજરોજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ( અમલિકૃત સંસ્થા ,GARUD) સીવણ તાલીમવર્ગ ટ્રેડ સેન્ટર ,વી સી હાઈસ્કૂલ પાછળ, મહેંદી સ્પર્ધા ના ફાઇનલ રાઉન્ડ નું આયોજન ભારત બ્યુટીપાર્લર અને તાલીમ ઇન્સ્ટિટ્યૂટ તથા આજીવિકા કેન્દ્ર દ્વારા સાંજે 4 કલાકે કરવામાં આવ્યું હતું જેમાં કુલ 50 સ્પર્ધક બહેનો માંથી શ્રેષ્ઠ મહેંદી માં અગ્રતા ક્રમ ધરાવતા કુલ 6 સ્પર્ધકો ને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર અને ભાગ લેનાર તમામ સ્પર્ધકો ને પણ સહભાગી તરીકે પ્રમાણપત્ર ઉપસ્થિત મહેમાનશ્રીઓ અને સંસ્થા ના પ્રતિનિધિઓ દ્વારા એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા..
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી ભાવનાબહેન, તથા નગરપાલિકા એન યુ એલ એમ ના મેનેજરશ્રી હરેશભાઇ, ચિરાગભાઈ , રવિભાઈ, નહેરુ યુવા ગ્રુપ ના જિલ્લા ઇન્ચાર્જ ગોપીકાબહેન , સહિત ના મહિલા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા આયોજક સંસ્થા વતી ઊર્મિલાબહેન, આરતિબહેન ,આસ્થાબહેન વગેરે દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here