વડાપ્રધાનની ધાર્મિક સ્થળોમાં સ્વચ્છતા અભિયાનની અપીલના પગલે રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરમા સફાઈ અભિયાન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ખાતે સ્વરછતા અભિયાન માં સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિત ભાજપા આગેવાનો જોડાયા

હરસિધ્ધિ માતાજીના મંદિરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આયોજિત થઇ રહ્યો છે તે અનુસંધાને પ્રધાનમંત્રીએ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા અને રાજ્યના તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા જન આંદોલન હાથ ધરવા આહવાન કરેલ છે. અને આ આહવાનની શરૂઆત વડાપ્રધાને જાતે જ ગતરોજ નાસિક ખાતેના કાલારામ મંદિરમાં સાફ-સફાઈ કરી ને કરી હતી

વડાપ્રધાને નાસિક ના કાલારામ મંદિર પરિસરથી દેશવાસીઓને પણ દેશના તમામ ધાર્મિક સ્થળોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની અપીલ કરતાં રાજપીપળા ના પ્રસિદ્ધ હરસિધ્ધિ માતાજીના મંદિર ખાતે આજરોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયો હતો.

આ સ્વચ્છતા અભિયાનમાં ભરૂચ લોકસભા મત વિસ્તારના સાંસદ મનસુખભાઈ વસાવા, રાજપીપળા ના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન વસાવા, રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ , રાજપીપળા નગરપાલિકાના કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ, ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, ભાજપા અગ્રણી કમલેશ પટેલ, અજીત પરીખ, સહીત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો જોડાયા હતા અને મંદિર પરિસર સહિત ના વિસ્તારોમાં સાફ-સફાઈ કરી હતી. ભાજપા આગેવાનો એ સ્વરછતા અભિયાન હાથ ધરી વડાપ્રધાન મોદી ના સ્વચ્છતા અંગે ના સંદેશ ને જન જાગૃતિ સ્વરૂપે લઇ ને દેશ વાસીઓ ને પણ સ્વરછતા જાળવવા માટે નો સરાહનીય પ્રયાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here