રાજપીપળા પાસેના કરજણ ડેમ ખાતે ઉપરવાસ માંથી પાણીની ભારે આવક થતાં 26 હજાર કયુસેક પાણી નદીમા છોડાયુ

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

ડેમ ખાતે 1 લાખ કયુસેક પાણી ની આવક થતા તંત્ર સાબદુ બન્યુ

ડેમના ચાર દરવાજા 1.2 મીટર સુધી ખોલાયા- કરજણ નદી બે કાંઠે વહેતી થઇ

વીજ ઉત્પાદન કરતા 1.5 મેધા વૉટ નુ એક યુનિટ ચાલુ કરી વીજ ઉત્પાદન પણ શરુ કરાયુ

રાજપીપળા પાસે આવેલા કરજણ ડેમ મા ઉપરવાસમાં ડેમ ના કેચમેનટ એરિયામાં ભારે વરસાદ પડતા ડેમ ખાતે ઉપરવાસ માંથી પાણી ની ભારે આવક થતાં ડેમ હાલ ડેમ ની જળસપાટી 113.19 મીટર ની ઉંચાઈએ પહોંચી ગઈ હતી , તયારે ડેમ ના રુલ લેવલ જાળવવા. ડેમ સતતાધિશો ને ડેમ માથી પાણી છોડવાની ફરજ પડી હતી હોવાનું નાયબ કાર્યપાલક ઈજનેર સહાને એ જણાવ્યું હતું.

કરજણ ડેમ સતતાધિશો તરફથી મળતી માહિતી અનુસાર કરજણ ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા છેલ્લા 3 દિવસ થી ડેમ ની જળસપાટી મા સતત વધારો નોંધાયો હતો, ડેમ ખાતે 1 લાખ કયુસેક પાણી ની આવક થતા ડેમ ની જળસપાટી મા વધારો નોંધાયો હતો સપાટી 113.19 મીટરે પહોચી હતી જેેથી આજરોજ ડેમ ના ચાર દરવાજા 1.2 મીટર સુધી ખોલાયા હતા અને ડેમ ના રુલ લેવલ જાળવવા માટે ડેમ માથી કરજણ નદી મા 26000 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કરજણ નદી મા સહુ ચાલું ચોમાસા ની સીઝન દરમ્યાન સહુ પ્રથમ જ વાર ડેમ માથી પાણી છોડવામાં આવ્યું હતું, જેથી નદી મા નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઇ હતી. સાવચેતી ધા પગલાં રુપે નીચાણવાળા વિસ્તારોમાં નદી કિનારે ના ગામો રાજપીપળા સહિત ભદામ, હજરપરા, ભચરવાડા, ભુછાડ, ધાનપોર , ધમણાચા સહિત નાઓ ને સાબદા કરાયા હતા.

કરજણ ડેમ ખાતે પાણી ની ભારે આવક થતાં ડેમ ખાતે વીજ ઉત્પાદન કરતા 1.5 મેધા વૉટ નુ એક યુનિટ ચાલુ કરી વીજ ઉત્પાદન હાથ ધરવામાં આવી રહયુ હોવાનું પણ જાણવા મળ્યું છે. કરજણ ડેમ ની ભયજનક સપાટી 116.11 મીટર ની છે તયારે ડેમ 113.19 મીટર ની સપાટીએ પહોચતા નર્મદા જીલ્લા સહીત ભરુચ જીલ્લા ના ખેડુતો ને સિંચાઇ સહિત પીવાના પાણી માટે પાણી ની સમસ્યા હલ થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here