નર્મદા ડેમની જળ સપાટી સાંજે ચાર કલાકે 126.08 મીટરે પહોંચી

કેવડિયા કોલોની, (નર્મદા) આશિક પઠાણ :-

સવારે દસ કલાકે ડેમ ની સપાટી 126 મીટર ઉપર સીઝન માં સહુ પ્રથમ વાર પહોંચી

નર્મદા ડેમ ખાતે પાણીની સતત પાણી ની આવક હાલ પાણી ની આવક 41657 કયુસેક જ્યારે પાણીની જાવક 18854 કયુસેક

રીવર બેડ પાવર હાઉસના બે બીજ મથકો અને કેનાલ હેડ પાવર હાઉસ ના એક મળી ત્રણ વીજ મથક માં થતું વીજ ઉત્પાદન

સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી આજરોજ સાંજે ચાર કલાકે 126.08 મીટર ઉપર પહોંચી છે. ડેમ ખાતે હાલ 41657 કયુસેક પાણીની આવક થઈ રહી છે જે સામે 18854 ક્યુસેક પાણીની જાવક પણ નોંધાઈ રહી છે.

નર્મદા ડેમના ઉપરવાસ માં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી તેમજ નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતાં ડેમ ખાતે પાણી ની આવક થતા નર્મદા ડેમ ની જળસપાટી આજરોજ સવારે દશ કલાકે 126 મીટર ઉપર પહોંચી હતી, ચાલુ સીઝન દરમ્યાન પ્રથમ વખત જ ડેમ ની જળસપાટી એ 126 મીટર નો આંક વટાવ્યો છે.

નર્મદા ડેમની જળ સપાટી આજરોજ સવારે 6:00 કલાકે નર્મદા ડેમની જળ સપાટી 105.92 મીટર ઉપર હતી ત્યારે ઉપરવાસ માથી ડેમ ખાતે પાણી ની આવક થતા ડેમ ની સપાટી સવારે દસ કલાકે ડેમ ની જળસપાટી 106 મીટર ઉપર પહોંચી હતી. જોકે ગતરોજ જ આ અનુમાન લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ ડેમ ની જળસપાટી માં સતત વધારો થઇ રહ્યો છે, નર્મદા ડેમની જળસપાટી બપોરે એક કલાકે 126.04 મીટર નોંધાઇ હતી,જે વધીને ચાર કલાકે 126.08 મીટર ઉપર પહોંચી છે.

પાણીની આવક માં પણ ડેમ ખાતે વધારો થતાં ડેમ ના ત્રણ વીજ મથક શરૂ કરી જેમાં બે રિવર બેડ પાવર હાઉસના અને એક કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેમાટે નદી અને કેનાલ દ્વારા 18854 કયુસેક પાણીની જાવક થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here