સરદાર સરોવર નર્મદા ડેમે સિઝન માં પ્રથમ વાર 135 મીટર ની સપાટી વટાવી

કેવડિયા કોલોની, (નર્મદા) આશિક પઠાણ :-

બપોરે ત્રણ કલાકે ડેમ ની જળ સપાટી 135.06 મીટર ઉપર પહોંચી – પાણીની આવક 75073 ક્યુસેક

રાજ્યની જીવાદોની સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતા સિઝનમાં પ્રથમ જ વાર આજે નર્મદા ડેમની જળ સપાટીએ 135 મીટર નો આંક વટાવ્યો હતો અને બપોરના ત્રણ કલાકે નર્મદા ડેમની જળ સપાટી 135.06 મીટર ઉપર પહોંચી હતી.

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 135 મીટરે પહોંચી ગઈ છે બપોરે 3 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.06 મીટરે નોંધાઈ હતી, જ્યારે કે નર્મદા ડેમ ની મહત્તમ સપાટી – 138.68 મીટર ની હોય ને હવે ડેમ ભયજનક સપાટી થી માત્ર 3.6 મીટર જેટલું જ દુર છે.

ઉપરવાસમાં થી ડેમ ખાતે પાણીની આવક સતત ચાલુ રહેતા નર્મદા ડેમ ખાતે પાણીની આવક 75,073 ક્યુસેક જેટલી નોંધાઇ છે. જ્યારે વીજ ઉત્પાદન હાથ ધરાતા કેનાલ હેડ પાવર હાઉસ માંથી 13812 ક્યુસેક પાણીની જાવક પણ થઈ રહી છે.
છેલ્લા ત્રણ કલાકમાં ડેમ ખાતે પાણીની સરેરાશ આવક 85,156 ક્યૂસેક જેટલી નોંધાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here