નર્મદા જીલ્લાના વંઢ ગામનાં મુખ્ય માર્ગ ઉપર ઉભી રાખેલ એકટિવા મોટર સાઈકલની ચોરી

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

સાંજના સાત વાગ્યાના સુમારે થયેલ ચોરીથી લોકોમા ફફડાટ 50 હજારની ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ

નર્મદા જીલ્લા પોલીસ માટે મોટર સાઈકલની ચોરીઓ શીરદર્દ સમાન બની છે. રાત્રીના સમયે ચોરી થવાની પેટર્નમા ચોરટાઓએ સુધારો લાવી હવે જયારે તક મળે ચોરીઓ થવાનું શરુ થયું છે. તિલકવાડા તાલુકાના વંઢ ગામનાં ઇસમની એકટિવા ચોરાયા ની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સુત્રોમાથી મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના વંઢ ગામ ખાતે રહેતા પ્રકાશ પરસોતમ બારીયાએ પોતાની એકટિવા મોટર સાઈકલ 5 G હજી એનુ આર.ટી .ઓ. પાસીંગ પણ કરાયુ નહોતુ લાલ કલરની વંઢ ગામથી દેવલીયાના મુખ્ય હાઇવે ઉપર ઉભી રાખી હતી જે તકનો લાભ લઇને ચોરી કરી ચોરટા ફરાર થયો હતો .
જેથી તેના માલિકે તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રુપિયા 50 હજારની મોટર સાઈકલ ચોરાયાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here