નર્મદા ડેમની જળ સપાટી બપોરે ત્રણ કલાકે 125.90 મીટર પહોંચી

કેવડિયકોલોની, (નર્મદા) આશિક પઠાણ :/

નર્મદા ડેમ ખાતે પાણીની આવકમાં નોંધાયો ઘટાડો બપોરે ત્રણ કલાકે 24,766 કયુસેક પાણીની આવક

ઉપરવાસમાંથી પાણી આવશે તો નર્મદા ડેમ 126 મીટર ની જળ સપાટીએ પહોંચવાની શક્યતાઓ વર્તાઈ

રીવર બેડ પાવર હાઉસના બે બીજ મથકો અને કેનાલ હેડ પાવર હાઉસ ના એક બીજ મથક ચાલુ કરી હાથ ધરાઇ રહેલું વીજ ઉત્પાદન

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી આજરોજ બપોરે ત્રણ કલાકે 125.90 મીટર ઉપર પહોંચી છે. ડેમ ખાતે હાલ 24,766 પાણીની આવક થઈ રહી છે જે સામે 6,773 ક્યુસેક પાણીની જાવક પણ નોંધાઈ રહી છે.

નર્મદા ડેમના ઉપરવાસ માં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી તેમજ નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતાં ડેમ ખાતે પાણી ની આવક થતા આજરોજ બપોરે ત્રણ કલાકે નર્મદા ડેમની જળ સપાટી 125.90 મીટર ઉપર પહોંચી હતી, નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની આવકમાં હાલ ઘટાડો નોંધાય રહ્યો છે બપોરે ત્રણ કલાકે 24,766 કયુસેક પાણીની આવક થઈ હતી જે સામે રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ ના કુલ ત્રણ વીજ મથકો ચાલુ કરી 6773 ક્યુસેક પાણીની જાવક પણ થઈ રહી છે ત્યારે જો નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણી આવવાનું ચાલુ રહેશે તો નર્મદા ડેમ આજે રાત્રે 126 મીટર ની સપાટી ઉપર પહોંચવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.

નર્મદા ડેમની જળ સપાટી આજરોજ સવારે 6:00 કલાકે 125.65 મીટર ઉપર નોંધાઈ હતી આ સપાટીમાં પ્રતિ કલાકે વધારો નોંધાયો હતો, બપોરના એક કલાકે જળ સપાટી 125.86 મીટર ઉપર પહોંચી હતી તે સમયે નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી 76,669 કયુસેક પાણીની આવક નોંધાઈ રહી હતી. જ્યારે કે બપોરે બે કલાકે નર્મદા ડેમની જળ સપાટી 125.89 મીટર ઉપર નોંધાઈ હતી હાલ છેલ્લે ત્રણ વાગ્યા સુધીના આંકડા પ્રાપ્ત થતા નર્મદા ડેમની જળ સપાટી 125.90 મીટર ઉપર નોંધાય છે જ્યારે પાણી ની આવકમાં હાલ નોંધપાત્ર ઘટાડો નોંધાય રહ્યો છે. નર્મદા ડેમ ખાતે હાલ 24,766 પાણીની આવક બપોરે ત્રણ વાગે નોંધાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here