સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125.54 મીટરે પહોંચી

કેવડિયા કોલોની, (નર્મદા) આશિક પઠાણ :-

ડેમ ખાતે પાણીની આવક બપોરે 4:00 વાગ્યા સુધીમાં 65440 ક્યુસેક્સ જ્યારે જાવક 11938 કયુસેક

કેનાલ હેડ પાવર હાઉસ અને રિવર બેડ પાવર હાઉસ શરૂ કરી વિજળી નું ઉત્પાદન

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ માં ઉપરવાસથી પાણીની ભારે આવક થતા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાવી રહ્યો છે ડેમની જળ સપાટી આજરોજ બપોરે ચાર કલાકે 125.54 મીટર પર નોંધાઈ હતી જ્યારે કે નર્મદા ડેમની ભયજનક સપાટી 138.68 મીટર ની છે.

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર સહિત મધ્યપ્રદેશ ના વિસ્તારોમાં વરસાદ થતાં નર્મદા નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી નર્મદા ડેમની જળ સપાટી છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહી છે, આજ રોજ સવારે 6:00 કલાકે ડેમની જળસપાટી 125.29 મીટર નોંધાઇ હતી, જેમાં પ્રતિ કલાક સતત વધારો થતા જોવા મળ્યો હતો, ડેમની જળ સપાટી બપોરે એક કલાકે વધીને 125.45 મીટર ઉપર નોંધાઈ હતી, હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ચાર કલાકે 125.54 મીટર ઉપર નોંધાઈ છે.

121.92 મીટરે ડેમના દરવાજા ફીટ કરવામાં આવ્યા છે, દરવાજાઓ થી ડેમ લગભગ અઢી મીટર થી વધુ ભરાયો છે ,જો ડેમના દરવાજા બેસાડવામાં આવ્યા ન હોત તો નર્મદા ડેમ લગભગ અઢી મીટર જેટલો હાલની સ્થિતિ એ ઓવર ફલો થયો હોત, નર્મદા ડેમના ઉપરવાસ શહીત કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી પાણીની આવક થતા ડેમ ખાતે 65440 કયુસેક પાણીની આવક હાલ ડેમ ખાતે થઈ રહી છે ,જેમાંથી કેનાલહેડ પાવર હાઉસ સરું કરી વીજ મથક શરૂ કરી વીજળીનો ઉત્પાદન કરવા માટે 5158 ક્યુસેક જેટલું પાણી ની જાવક થઈ રહી છે, જ્યારે રિવર બેડ પાવર હાઉસ શરૂ કરી ને 6780 કયુસેક પાણીની નદીમાં જાવક થઈ રહી છે. ડેમ ખાતે થી હાલ કુલ 11938 કયુસેક પાણીની જાવક થઈ રહી છે.

સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે હાલ ગ્રોસ પાણી નો સ્ટોરેજ 5921.66 એમસીએમ જેટલો નોંધાયેલ છે ,સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ વિપુલ માત્રામાં પાણીનો જથ્થો એકત્રિત થયેલ છે અને ડેમ લગભગ 61ટકા જેટલો ભરાઈ ગયો છે અને ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાશે અને ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં ડેમના નીર વહેવડાવવામાં આવે તો નવાઈ નહિ. રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ ના ટર્બાઇન શરૂ કરી વીજળીનું ઉત્પાદન હાથ ધરવામાં આવી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here