SUOADTGA ઓથોરીટી-કેવડીયાનો કેટલોક વિસ્તાર “નો-પાર્કિંગ ઝોન(No Parking Zone) જાહેર કરવાની સાથે પાથરણાવાળાઓને બેસવાની ફરમાવાયેલી મનાઇ (No Hawking Zone)

કેવડીયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં ધ્વારા SOUADTGA ઓથોરીટી-કેવડીયાના એકતા દ્વારથી ડેમ વ્યુ પોઇન્ટ – ૩ સુધીના મુખ્ય માર્ગ, ફૂટપાથ તથા બંને બાજુનો વિસ્તાર અને ડેમ વ્યુ પોઇન્ટ – ૩ થી ભુમલીયા ચોકડી (Zero Point) સુધીના સરક્યુલર માર્ગ તથા બંને બાજુનો વિસ્તાર તેમજ ગોરા બ્રીજ તથા ગોરા બ્રીજથી કેક્ટસ ગાર્ડન અને એકતા નર્સરી તરફ જવાના મુખ્ય માર્ગ તથા બંને બાજુના વિસ્તારને “નો પાર્કિંગ ઝોન (No Parking Zone)” જાહેર કરાયો છે તથા સદરહું વિસ્તારમાં પાથરણાવાળાઓને બેસવાની મનાઈ (No Hawking Zone) ફરમાવાઇ છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here