બોડેલી-ડભોઇ મુખ્ય હાઈવે પર સ્પીડ બ્રેકરના કારણે અકસ્માતોની વણઝાર

બોડેલી,(છોટાઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

બોડેલી તાલુકાના પાટણા ગામ પાસે નાના બમ્પ હોવાથી એસ્ક્રોસ કારના ચાલકે કારની ગતિ ધીમી કરી હતી. આ સમયે પાછળથી પુરઝડપે આવતી બોલેરોના ચાલકે એસ્ક્રોસ કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. એસ્ક્રોસ કારમાં એરબેગ હોવાથી કારમાં સવાર પુરુષ તેમજ મહિલાનો આબાદ બચાવ થયો હતો. બોડેલી થી ડભોઇ તરફના મેઇન હાઇવે પર મુકેલા નાના સ્પીડ બ્રેકર ને કારણે વારંવાર અકસ્માતની ઘટના બનતી હોઇ છે જેમા કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યો છે અને કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ પણ પહોંચી છે ત્યારે ઘટનામાં સ્પીડ બ્રેકર આવતા કારના ચાલકે કાર ધીમી કરતા પાછળ થી આવતા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો અને અકસ્માત થતા જ કારની એરબેગ ખુલી જતા બેનો આબાદ બચાવ થયો છે આ ઘટના અંગે બોડેલી પોલીસ ને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પોહચી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here