નર્મદા ડેમની જળસપાટી સાંજે 6-00 કલાકે 133.04 મીટરે પહોચી

ડેમના દરવાજા 8. 65 મીટર સુધી ખોલાયા હતા જે સાંજે 7.35 મીટરે કરાયાં

પાણીનો ઇનફલો 1257946 જયારે આઉટફલો 1014267 કયુસેક

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

સરદાર સરોવર નર્મદા ડેમમાં અવિરતપણે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા આજરોજ નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાયો હતો અને સપાટી સાંજના 6-00 કલાકે 133.04 મીટરે નોધાઇ હતી જયારે ડેમના દરવાજા 8.65 મીટર સુધી ખોલવાની ડેમ સત્તાવાળાઓને ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તેમજ ઓમકારેશ્રવર ડેમ તેમજ ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડતા પાણીની ભારે આવક થતાં છેલ્લા કેટલાક દિવસથી ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે તયારે ચાલુ સીઝન દરમ્યાન ડેમના દરવાજા આજરોજ સવારે 11-30 કલાકે સહુ પ્રથમ જ વાર 8.65 મીટર સુધી ખોલાયા હતા જે સમયે પાણીની આવક 1096 791 કયુસેક હતી. ત્યારબાદ દરવાજા 7.53 મીટરે કરી દેવામાં આવેલ હોવાનું અધિક્ષક ઇજનેર કાનુંગો એ જણાવ્યું હતું.

હાલ સાંજે 6-00 કલાકે ડેમની જળસપાટી 133.04 મીટરે પહોચી છે, ડેમ ખાતે પાણીની આવક 1257946 કયુસેકની નોંધાઇ છે, જયારે જાવક દરવાજાઓ દ્વારા અને પાવર હાઉસ દ્વારા 995553 કયુસેક અને કેનાલમાં પાણીની જાવક 19714 કયુસેક ની થઇ રહી છે.કુલ મળીને પાણીનું આઉટ ફલો 1013267 કયુસેક હાલ થતું હોવાનું જાણવા મળ્યું છે. ડેમના 23 દરવાજા 7.53 મીટરે કરી દેવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here