રાજપીપળા નાગરિક સહકારી બેન્કના વહીવટકર્તાઓએ બ્રોકર ઉપર જ વિશ્વાસ રાખી લાખોના ડીબેન્ચરમા રોકાણ કેમ કર્યું..!!?

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

છેક કલકત્તા સુધી પહોચી રોકાણ કરવા નો દોરી સંચાર કોનો ?????

શું માત્ર ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુધીજ આ મામલો સીમિત કે પછી પડદા પાછળ નો કોઈ અન્ય ખેલાડી સમગ્ર પ્રકરણ માટે જવાબદાર ??

ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961 હેઠળ નોંધાયેલ રાજપીપળા ની નાગરિક સહકારી બેન્ક અને વાદ વિવાદ એક બીજાના પર્યાય તરીકે ઉપસી આવ્યા છે, અનેક મામલાઓ માં વહીવટકર્તા ઓને નોટીસો જીલ્લા રજીસ્ટ્રાર સહિત રાજ્ય સહકારી મંડળીઓ ના રજિસ્ટ્રાર દ્વારા આપવામા આવી છે,જોકે બેન્ક ના વહિવડ દારો એ પણ બોન્ડ માં જે ખોટ ગયેલ તે માટે કોર્ટ માં કેસ દાખલ કર્યો છે.

નગર ના પ્રસિદ્ધ આગેવાનો દ્વારા સંચાલિત બેંકની કામગિરી ખુબજ પ્રશંશનીય રહી છે, પરંતુ છેક કલકત્તા સુધી પહોંચી જે બ્રોકર કોઈ પણ જગ્યા એ રજિસ્ટર્ડ નથી એવા બ્રોકર પાસે 9000 નું ઉંચુ પ્રીમિયમ આપી ને ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ના અનસિક્યોર્ડ ડિબેંચર માં લાખો ના રોકાણ કેમ કરાયા ??? રોકાણ ની નીતિ રોકાણ સમયે કેમ ઘડવામાં ના આવી ?

રોકાણ સમિતિ જે બેન્ક ની હતી તેમાં ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર , તથા બેન્ક ના એક બોર્ડ મેમ્બર હતા, બોર્ડ મેમ્બર રોકાણ સમિતિ ની કોઈ પણ બેઠક મા હાજર રહ્યા નહોતા, રોકાણ કરવા ના નિર્ણયો મેનેજિંગ ડિરેક્ટર અને બેન્ક મેનેજર સાથે મળી લીધા હતા !!!!! રોકાણ અંગે બોર્ડ ની મીટીંગ માં કોઇજ ચર્ચા નહીં !!!! તો શું બેન્ક ના અન્ય વહીવટ દારો આ સમગ્ર પ્રકરણ થી વાકેફ નહોતા ??? નો પ્રશ્ન આંખે ઉડીને વળગે તેવો છે.

કારણ પણ છે જેમના પર જેતે સમયે બેન્ક ના ધિરાણ સમિતિ ની જવાબદારી હતી a તમામ ચેરમેન, સહિત મેનેજિંગ ડિરેક્ટર, બોર્ડ મેમ્બર તેમજ મેનેજર ના મૃત્યુ નીપજ્યાં છે, અને આ મામલો વર્ષો થી ચાલી રહ્યો છે, શું પડદા પાછળ નો ખેલાડી કોઈ બીજો j કે શું ની ચર્ચાઓ હલ તો બેન્ક ના સભાસદો માં ભારે ચર્ચાસ્પદ બનેલ છે.

જોકે આ મામલે જેઓને રજિસ્ટ્રાર દ્વારા ગાંધીનગર નું તેડુ આવ્યું છે તેઓ પોતાના શું જવાબો આપે છે, કલમ 86 હેઠળ શું કોઈ કાર્યવાહિ ડિરેકટર સામે થાય છે ??? નાણાં ની ખોટ માટે જવાબદર કોને ઠેરવાય છે તે જોવું રહ્યું.

નાગરિક બેંક ની ચૂંટણી ટુંક સમયમાં આવતાં શું નફા નુક્શાન નું ગણિત મંડાયું છે ????

રાજપીપળા નાગરિક સહકારી બેન્ક દ્વારા ડીબેનચર માં રોકાણ કરતા બેન્ક ને 81 લાખ થી વધુ નો નુક્સાન ગયું હોવાનું ઓડિટર ના રિપોર્ટ દ્વારા રાજ્ય સહકારી મંડળીઓ ના રજિસ્ટ્રાર ને જાણવા મળ્યું છે, ત્યારે જેમના થકી રોકાણ કરવામા આવેલ a તમામ બેંક ના વહીવટ દારો ના મૃત્યુ થયા છે, અને હવે બેન્ક સંચાલક મંડળ ની ચૂંટણી આગામી છ એક મહિના મા આવી રહી છે ત્યારે બેન્ક માં ખોટ નો મુદ્દો ચૂંટણ માં જરૂર થી ઉછળશે જેનો કોઈ ને ફાયદો તો કોઈ ને નુક્સાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here