વિધાનસભાની ચુંટણીની તડામાર તૈયારીઓમાં લાગ્યું નર્મદા જીલ્લા વહિવટી તંત્ર… બેઠકોનો દોર શરૂ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ચૂંટણીલક્ષી કામગીરી વધુ સુદ્રઢ રીતે પાર પડે તે માટે નિમાયેલા તમામ નોડલ અધિકારીઓને પરસ્પર સુસંકલન સાધવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનો અનુરોધ

ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ આદર્શ આચારસંહિતાના યોગ્ય અને ચુસ્ત પાલન સાથે ચૂંટણીને લગતી કામગીરી મુક્ત- ન્યાયી-નિષ્પક્ષ અને વધુ સુદ્રઢ રીતે થાય તેની ખાસ કાળજી રાખવા અપાઇ સુચના

નર્મદા જીલ્લા મા ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટેના નોડલ અધિકારીઓ સાથે યોજાયેલી સૌ પ્રથમ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી તેવતિયા દ્વારા અપાયેલુ વિસ્તૃત માર્ગદર્શન

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની કામગીરી માટે નિમાયેલા તમામ નોડલ અધિકારીઓ સાથે આજે યોજેલી સૌ પ્રથમ બેઠકમાં સંબંધિત નોડલ અધિકારી ઓને સોંપાયેલી જે તે કામગીરી અને જવાબદારીઓ પ્રો-એક્ટીવલી નિભાવવાની સાથે પોતાની આગવી સુઝબુઝથી નિયત આવી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે વિશેષ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લાના તમામ નોડલ અધિકારી ઓને તેમના દ્વારા હાથ ધરાતી કામગીરી અંગે સમયાંતરે જિલ્લા ચૂંટણીતંત્રને વાકેફ કરવા પણ શ્રીમતી તેવતિયાએ ખાસ અનુરોધ કર્યો છે.

જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી જીજ્ઞાબેન દલાલ સહિત એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ, મેન પાવર મેનેજમેન્ટ, EVM/VVPAT મેનેજમેન્ટ, પરિવહન મેનેજમેન્ટ, તાલીમ મેનેજમેન્ટ, મટીરીયલ્સ મેનેજમેન્ટ, MCC ઇપ્લીમેન્ટ, ઓબ્ઝર્વર્સ, કાયદો અને વ્યવસ્થા, પોસ્ટલ બેલેટ પેપર/ડમી બેલેટ પેપર, મીડીયા, કોમ્પ્યુટરાઇઝેશન, હેલ્પલાઇન અને ફરિયાદોનું નિવારણ, SMS મોનીટરીંગ અને કોમ્યુનિકેશન પ્લાન, ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ માટે વેલ્ફેર, સ્વીપ, પર્સન્સ વિથ ડીસએબીલીટીઝ (PWD), માઇગ્રેટેરી ઇલેક્ટર્સ વગેરે જેવા ચૂંટણીલક્ષી વિવિધ ૧૮ જેટલાં વિષયો સાથે સંકળાયેલા નોડલ અધિકારી ઓની ઉપસ્થિતિમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે આજે યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાએ ચૂંટણીલક્ષી કામગરી અંગે દરેક નોડલ અધિકારીઓને ફરજ પર આંતરિક રીતે પરસ્પર યોગ્ય અને સુસંકલન જાળવીને ચૂંટણીને લગતી કામગીરી મુક્ત- ન્યાયી-નિષ્પક્ષ રીતે વધુ સુદ્રઢ રીતે થાય અને ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ આદર્શ આચારસંહિતાનુ યોગ્ય અને ચુસ્ત પાલન થાય તેની ખાસ કાળજી રાખવાની પણ તેમણે સુચના આપી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાએ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે મતદાન પ્રક્રિયા અને તેની પધ્ધતિ અંગે મતદારોને જાણકારી મળી રહે તે માટે EVM/VVPAT મશીન દ્વારા જાહેર નિદર્શન થકી મતદારોમાં લોકજાગૃત્તિ કેળવાય તેવા ઘનિષ્ઠ પ્રયાસો સાથે સ્વીપની કામગીરી વધુ પરિણામલક્ષી બની રહે તે દિશામાં વિશિષ્ટ પ્રયાસો હાથ ધરવા ખાસ અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here