પીંગળી પ્રાથ. શાળાના નવિન ૬ ઓરડાઓ નું ખાત મુહુર્ત ધારાસભ્યના હસ્તે કરાયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના પીગળી ગામે શહિદ વિર કીર્તનસિંહ પૃથ્વી સિંહ પ્રાથમિક શાળા ના નવિન ૬ ઓરડાઓ નું ખાત મુહૂર્ત કાલોલ તાલુકા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના હસ્તે કરવામાં આવ્યું હતું તથા શાળા ના પ્રાગણ માં કથા નું વાંચન કરાયું હતું સૌ મહાનુભાવો નું સ્વાગત કરી, શાળા ની બાલિકાઓ એ સ્વાગત ગીત રજૂ કર્યું હતું આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ, મંત્રી કિરણસિંહ સોલંકી, ગામના સરપંચ વિજયસિંહ સોલંકી અને કવિ વિજય વણકર “પ્રીત” તથા મહિલા મોરચા અગ્રણી મીનાબેન સોલંકી, વકીલ કલ્પેશ સોલંકી, મુકેશ સોલંકી વડીલ ફતેસિંહ, ડે. સરપંચ દશરથસિંહ સોલંકી સહીત ગામના અગ્રગણ્ય વડીલો, ભાઈ બહેનો અને આચાર્ય સહિત સમસ્ત શિક્ષક ગણ ઉપસ્થીત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે બાળકો ના વાલીઓ ખાસ જાગૃત થાય અને ભાવિ શિક્ષણ માટે કટિબદ્ધ બનવાની જરૂર છે આખા કાલોલ તાલુકામાં શાળા નસીબદાર છે કે જેને ૬ ઓરડાઓ નું આયોજન કરાયું છે તો સૌ મિત્રો સાથે રહી ગામનું દર્પણ એટલે શાળા અને એ શાળા ની મુલાકાત, સાચવણી એ પણ વાલીઓ ની ફરજ બને છે અંત માં આભાર વિધિ કરી કાર્યક્ર્મ પુર્ણ જાહેર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here