રાજપીપળા ખાતે અંજની કુરીયર નાં સંચાલક ને ચેક રીટર્ન કેસમાં કોર્ટે એક વર્ષની સજા ફટકારી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

હાથ ઉછીના લીધેલા રૂ ૨.૧૦ લાખ બે મહિનામાં ફરિયાદી ને ચુકવી આપવા અને જો ના ચૂકવે તો વધુ ૬ મહીના ની સજા

રાજપીપળા ની ચીફ જ્યુડીસિયલ મેજિસ્ટ્રેટ ની અદાલતે ચેક રિટર્ન ના કેસ મા ગુજરાત ની પ્રખ્યાત અંજની કુરિયર સર્વિસ ના રાજપીપળા ખાતે ની ઓફિસ ના સંચાલક ને ચેક ના નાણાં સમયસર પરત ના કરતા ફરિયાદી ની ફરિયાદ ના આધારે એક વર્ષ ની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.

રાજપીપલાના રમેશભાઇ ભલાભાઈ ભાઇ ગાબુ કે જેઓ અંજની કુરીયર ના નામથી રાજપીપળા બ્રાન્ચ ના સંચાલક તરીકે કામકાજ કરતા આવેલા છે અને તેમને તે કામ અર્થે ભાડાની ગાડીની જરૂરીયાત પડતી હોવાથી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ટંકારી ગામના વિક્રમસિંહ ભાવસિંહ ગોહિલ ને તેમની ગાડી સાથે કામ માટે બોલાવતા હતા. અને તેનાથી બન્ને ની ઓળખાણ થયેલ હોવાથી રમેશભાઈ પોતાનો એક સેકન્ડ હેન્ડ ટેમ્પો ખરીદવો હોય અને થોડા પૈસા ખૂટતા હોય તેમ જણાવી વિક્રમસિંહ ભાવસિંહ ગોહિલ પાસે હાથ ઉછીના રૂ. ૨,૧૦,૦૦૦/- ની માંગણી કરી લીધા હતા અને બે મહિનામાં પરત આપી દેવાનો વાયદો કરેલો. જે વાયદા મુજબ નાણાં પરત ન આવતા વિક્રમસિંહે તેમની પાસે માંગણી કરતા રમેશભાઈ એ એક ચેક લખી આપેલો જે ચેક બેંકમાં નાંખતા ચેક પરત ફરેલ જેથી ત્યારબાદ વિક્રમસિંહે વકીલ તપનભાઇ મઢીવાલા મારફતે કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષના વકીલ તપન.એચ.મઢીવાલા ની ધારદાર દલીલો તેમજ પુરાવાને માન્ય રાખી ચીફ. જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ રાજપીપલા કોર્ટે આરોપી અંજની કુરિયર ના રાજપીપળા શાખા ના સંચાલક રમેશભાઇ ગાબુ ને એક વર્ષની કેદની સજા તેમજ વળતર ના રૂ. ૨,૧૦,૦૦૦/- દિન- ૬૦ માં ચુકવી આપવા અને તે ન ચુકવે તો વધુ ૬ માસની કેદની સજાનો હુકમ કરતા ખોટા ચેક લખી આપનાર અન્યો માં ફફડાટ ફેલાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જે આરોપી રમેશભાઈ ગાબુ સંચાલક અંજની કુરિયર રાજપીપળા ને અદાલતે સજા ફટકારી એની સામે રાજપીપળા ની અદાલત માં લોકો પાસે થી નાણાં લયી તેમને પરત નહી આપવાના સહિત અન્ય દશ થી વધુ કેસો અદાલત મા ચાલી રહેલા છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here