નસવાડી તાલુકાના તણખલા P.h.c ખાતે આરોગ્ય અને આયુર્વેદિક શાખા દ્રારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામે પી.એચ.સી સેન્ટર પર સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ આ કાર્યક્રમમા મોટી સંખ્યા મા દર્દીઓ આવ્યા હતા અને પોતાની બીમારી વિશે જણાવી નિદાન મેળવ્યુ હતુ જે આરોગ્ય શાખા અને આયુર્વેદિક શાખા દ્રારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ જે છોટાઉદેપુર દ્રારા આયોજિત નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ રખાયો હતો અને મલકબેન ના જણાવ્યા મુજબ સરકારશ્રી નો જે હેતુ છે છેવાડાના ઘર સુધી છેવાડાના માનવી સુધી સરકારશ્રી ની યોજનાઓ દરેક વ્યક્તિ સુધી પહોંચે તે હેતુસર સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરવા આવ્યુ છે અને આ કેમ્પ મા આરોગ્ય અને આયુર્વેદિક શાખા દ્રારા દવાઓ નુ પણ રોગ પ્રમાણે વિતરણ કરવામાં આવ્યુ અને જેને જયાં જવું હોય ત્યાં જેને આરોગ્ય બાજુ જવું હોય કે આયુર્વેદિક તરફ જવું હોય એ દર્દીઓએ નક્કી કરવાનું છે અને આ રીતે કેમ્પ કરવામાં આવ્યો હતો અને જે બજેટ સત્ર ચાલી રહ્યુ છે તેના પર પણ વાત કરવામાં આવી હતી અને આયૂષ્માન કાર્ડ જેની પાસે નથી તેનાં માટે પણ સ્ટોલ ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સરકારની યોજનાથી કોઈ વંચિત ના રહી જાય તેવા પ્રયાસો કરવામાં આવ્યાં હત અને આ કાર્યક્રમમા દરેક ડૉક્ટર ગણ હાજર હતા જેથી આવેલ દરેક દર્દીઓ આનો લાભ લઇ સકશે.અને પંદરમા નાણાપંચ દ્રારા દરેક પી.એચ.સી મા વોશિંગ મશીન આપવામા આવ્યા છે તેનુ પણ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ અને આ સર્વરોગ નિદાન કેમ્પમા જી.પં.પ્રમુખ મલકાબેન પટેલ તથા તા.પં.પ્રમુખ ઘમશાબેન ડુ. ભીલ તથા દંડક ચેતનભાઈ મેવાસી તથા તા.પં.પ્રમુખ રાજુભાઈ રાઠવા તથા તા. સદસ્ય રેખાબેન તથા તા.પં.કૂકરદા દીતીયાભાઈ ડુ. ભીલ તથા સી.ડી.એચ.ઓ ડૉ. સી.બી ચોબસીયા તથા આર.સી.એચ.ઓ ડૉ. છારી તથા જીલ્લા આયુર્વેદિક ઓફિસર ડૉ. પારૂલ વસાવા તથા તા. હેલ્થ ઓફિસર આર.પી.યાદવ તથા મેડીકલ ઓફિસર તણખલા કૌશલ પંડયા અને આમરોલી મેડીકલ ઓફિસર જીતેન રાઠવા આ કાર્યક્રમ મા હાજર રહયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here