રાજપીપળામા બન્ને બાજુ એ 10 ×10 મીટરની પહોળાઈના રસ્તા બનસે–કાર્યપાલક ઇજનેર એ.વી.પટેલ

રાજપીપળા,(નર્મદા) આધિક પઠાણ :-

જુના રસ્તાની બન્ને બાજુએ એક સમાન રીતે રસ્તા ની કામગીરી કરવા તંત્ર મક્કમ

હરસિધ્ધિ મંદિર અને બાલાપીર દરગાહ પાસે હજુ ફાઇનલ રસ્તો કરાયો નથી બન્ને તરફે ધાર્મિક સ્થળો અને કોર્ટ મેટર હોય તંત્ર દ્વિધા મા

નિયમોનુસાર રોડ ની મધ્ય માથી બનને તરફ એક સરખું જ સંપાદન કે તોડફોડ ની જોગવાઈ

રાજપીપળા નગર મા ટ્રાફિક ની સમસ્યા ઓ નો હલ લાવવા તેમજ વિશ્રવ ની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ રાજપીપળા થઇ ને જતા પ્રવાસીઓ ને ટ્રાફિક ની સમસ્યા ઓ નો સામનો કરવો ન પડે એ માટે રાજપીપળા નગર માથી પસાર થતા અને સ્ટેટ હાઇવે ઓથોરિટી ની અંડર મા આવતા વડીયા પેલેસ જકાતનાકા થી કાળા ધોડા સુધી ના રોડ ને પહોળો કરવા ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે તયારે બાલાપીર દરગાહ ટ્રસ્ટ ના ટ્ષટીઓએ ટ્ષટ ની મિલ્કત મામલે રાજપીપળા ની અદાલતમાં દીવાની કેસ ચાલતો હોય અને અદાલતે જયાં સુધી મામલાનો નીપટારો ન આવે ત્યા સુધી ટ્ષટ ની દાવા વાળી જગ્યા ની યથાવત સ્થિતિ જાળવી રાખવા નો મનાઈ હુકમ આપેલ હોય સમગ્ર પ્રકરણ નગર જનો મા ભારે ચર્ચાસ્પદ બનેલ છે .

બાલાપીર દરગાહ ટ્રસ્ટ ની માલિકી ની જમીન મા કાચા મકાનો આવેલ છે , જયાં હિન્દુ મુસ્લિમ બન્ને સંપ્રદાયના લોકો ભાડુઆત તરીકે વસવાટ કરે છે , ત્યારે આ લોકો મા એક તરફ જ તોડફોડ કરાસે અને સામે ની સાઈડે કોઈ તોડફોડ નહી કરાય તો પોતે ધરબાર વિહોણા થઇ જસે નો ફફડાટ ફેલાયો છે .

આ બાબતે માર્ગ મકાન વિભાગ ના કાર્યપાલક ઇજનેર એ.વી. પટેલ સાથે વાતચીત કરતા તેઑ એ જણાવ્યું હતું કે આ મામલે હજું કોઈ નિર્ણય લેવાયો નથી ! પરંતુ નિયમોનુંસાર કામગીરી થસે , આ રસ્તો જે જુનો છે તેની બન્ને બાજુ એ દશ દશ મીટર ના પહોળા રસ્તા બનાવવામા આવી રહયા છે. રોડ ની મધ્ય માથી દશ મીટર સુધી તોડફોડ કરાસે, હરસિધ્ધિ માતાના મંદિર પાસે તેમજ બાલાપીર દરગાહ પાસે પોતાના એસ.ઓ. ને સર્વે કરવાનુ પણ કહેવામાં આવ્યું હોવાનું કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું.

નિયમોનુસાર રસ્તા ઓની કામગીરી મા રોડ ની બન્ને બાજુ એ એક સરખી જ જમીનો નુ સંપાદન કે તોડફોડ થાય છે, રાજપીપળા નગર મા બની રહેલા આ માર્ગ ઉપર સહુની નજર મંડાઇ છે, માર્ગ મા હરસિધધિ માતા નુ મંદિર આવતુ હોય જોકે રસ્તો બનાવથી મંદિર નેતો કોઈ નુકશાન નથી પરંતુ બહાર ની દુકાનો ની તોડફોડ દશ મીટર મા આવી જતા જરુર થી થસે, મંદિર નો પર્વેશ દ્વાર પણ દશ મીટર ની અંદર આવસે, આગામી દિવસોમાં વહીવટી તંત્ર કઇ દિશામાં આગળ વધે છે તે જોવું રહ્યું.હાલ તો જેમના દબાણો છે ગેરકાયદેસર રીતે બાંધકામ નીતિનિયમો ને અભરાઈએ ચઢાવી ને કરેલ છે તેઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here