સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) નાં સમયમાં ફેરફાર કરાયો

કેવડોયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

રાત્રીનાં ૮.૦૦ કલાકે પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) શરૂ કરાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજના સમયે પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) અત્રે આવનાર પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ પૈકી એક છે. સામાનય રીતે ૧૯.૦૦ કલાકે પ્રવાસીઓ માટે આ શો શરૂ કરવામાં આવે છે.

ઉનાળાની ઋતુને ધ્યાને લેતા અગાઉ આ સમય ૧૯.૩૦ નિર્ધારિત કરાયો હતો, ઉનાળાની સિઝનમાં દિવસ લાંબો થતો જાય છે,જેના કારણે તાત્કાલીક અસરથી SOUADTGA દ્રારા પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો)નો સમય ૨૦.૦૦ કલાકથી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અત્રે પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) માટેની લાઇટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે અને તેની લેસર ગયાં શક્તિશાળી છે. પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય સટેચયુ ઓફ યુનિટી ની કચેરી તરફથી આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here