રાજપીપળા પાસેના વાવડી ગામે મકાન માલિક સુતા રહયા અને તસ્કરો ધરમા ધુસી ચોરી કરી ફરાર

રાજપીપલા,(નર્મદા) આશિક પઠાણ :-

પહેલા માળે તિજોરી ના તાળા તોડી 84200 ના સોના ચાંદી ના ધરેણા ની ચોરી થયાં ની પોલીસ ફરિયાદ નોંધાવી

રાજપીપળા પાસે ના વાવડી ગામ ખાતે ના એક મકાન મા મકાન માલિક પોતાના ધર મા હોવા છતા તેમને ઊંઘતા રાખી ધર ના તાળા તોડી ધર મા પ્રવેશી ચોરટાઓ ચોરી કરી પલાયન થયાની પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાતાં પોલીસે ચોરી નો ભેદ ઉકેલવાની દિશા મા પોતાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર રાજપીપળા થી માત્ર છ કી.મી. ના અંતરે આવેલ વાવડી ગામ ખાતે ના સડક ફળીયા ખાતે રહેતા હારદિક ઉમેદભાઇ વસાવા પોતાની પત્ની સાથે પોતાના મકાન ના પહેલા માળ ઉપર રાત્રે અગિયાર વાગ્યા ની આસપાસ સુઇ ગયો હતો. ત્યારબાદ તેના ધરમા મકાન ના મુખ્ય દરવાજા નો તાળુ તોડી ચોરટાઓ એ ધર મા પ્રવેશ કરી ધર ના બેડરૂમમાં મુકેલ તિજોરી ના પણ લોક તોડી તિજોરી મા મુકેલ રુપિયા 84200 ની કિંમત ના સોના ચાંદી ના ધરેણા ની ચોરી કરી ચોરટાઓ ફરાર થઈ ગયા હતા.

સવારે છ કલાકે મકાન માલિક અને પત્ની ઉઠતા તિજોરી તુટેલ હાલતમાં જોતાં ચોંકી ઉઠયા હતા, તિજોરી મા તપાસ કરતાં અંદર થી સોના ચાંદી ના ધરેણા ગાયબ હોય ચોરી થયાનું માલુમ પડતા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી ચોરી નો ભેદ ઉકેલવાની દિશા મા પોતાની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here