ઘોઘંબા તાલુકા ભાજપમાં મોટુ ગાબડું… એપીએમસી ના ચેરમેન અને પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ પરમાર પોતાના ૨૦૦ જેટલા આગેવાનો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા

ઘોઘંબા, (પંચમહાલ) ઇમરાન પઠાણ, મુઝફ્ફર મકરાણી :-

ગતરોજ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા માં ભાજપમાં ભૂકંપ થયો હોય તેવો માહોલ સર્જાયો છે

ઘોઘંબાના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલા સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆ તથા છોટાઉદેપુર લોકસભા પ્રમુખ ડૉ. કેતુલ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આવેલા મહેમાનો તથા હાલોલ વિધાનસભા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ સહિતને ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઘોઘંબા માં વર્ષો સુધી સરપંચ તરીકે રહેલા તેમજ હાલ ઘોઘંબા એપીએમસીના ચેરમેન તથા રાજકીય અગ્રણી એવા મહેન્દ્રસિંહ પરમાર (ઉર્ફે ગગાભાઇ) આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

મહેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, ભાજપમાં અવગણના થાય છે, અંદરો અંદર વિખવાદ, પક્ષપાત ચાલી રહ્યો છે પોતાના જ કાર્યકરો સાથે મનભેદ રાખવામાં આવી રહ્યો છે ગણતરીના આવા લોકો સામાન્ય નાગરિકો ઉપર પોતાની નેતાગીરી કરી રહ્યા છે તેથી ભાજપના ઘણા સામાન્ય કાર્યકરો નારાજ થયા છે. મેં એક સેવાભાવી નાગરિક તરીકે ઘોઘંબા માં કામ કર્યું છે આજે પણ સેવાના ભાવથી આમ આદમી પાર્ટીમાં જોડાયો છું તેવું જણાવ્યું હતું.

પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, વર્ષોથી ઘોઘંબાના નાગરિકોએ મહેન્દ્રસિંહ ને સાથ સહકાર આપ્યો છે, તેમનું નેતૃત્વ સ્વિકાર્યું છે ઘણા વર્ષો સુધી સરપંચ તરીકે સ્વિકાર્યા છે અને મહેન્દ્રસિંહે પણ ઘોઘંબાના વિકાસ માટે કામો કર્યા છે, હાલ પણ તેઓ ઘોઘંબા એપીએમસીમના ચેરમેન તરીકે જવાબદારી સંભાળે છે. સ્વભાવે સરળ અને રાજકીય મજબુત આગેવાન મહેન્દ્રસિંહ પરમારને ઘોઘંબા ના નાગરિકો તરફથી ખુબ પ્રેમ મળી રહ્યો છે તેવી લોકચાહના ધરાવતા મહેન્દ્રસિંહ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા એ બદલ તેઓનું સ્વાગત કરીએ છીએ અને તેમના જોડાવાથી આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબુત બનશે તેમ કહી મહિલા આગેવાન સરોજબેન, લાલભાઈ પરમાર, મુસ્તાકભાઇ સહિતના ૨૦૦ જેટલા રાજકીય આગેવાનોનું પણ આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે અને આજે ઘોઘંબા આપ ના સંગઠન માટે ગર્વનો દિવસ છે તેવું જણાવ્યું હતું.

છોટાઉદેપુર લોકસભા પ્રમુખ કેતુલ રાઠવા, ઉપ પ્રમુખ મુક્તિ જાદવ, જિલ્લા ઉપ પ્રમુખ પ્રવિણભાઇ રાઠવા, જિલ્લા સંયુક્ત સચિવ અર્જુનસિંહ બારીઆ, વિધાનસભા સંગઠનમંત્રી ભરતભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ઉપ પ્રમુખ મુકેશ રાઠવા તથા બાબુભાઈ પરમારે પોતાના વકતવ્ય આપ્યા હતા.
જિલ્લા વેપારી સેલ પ્રમુખ વિશાલ જાદવ, યુવા ઉપ પ્રમુખ યુવરાજસિંહ, કાલોલ વિધાનસભા સંગઠનમંત્રી જગદીશ પરમાર, સોમસિહ સોલંકી, અર્જુનભાઈ રાઠવા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
હાલોલ વિધાનસભા સંગઠનમંત્રી સંજયસિંહ સોલંકીએ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું જ્યારે જિલ્લા ઉપ પ્રમુખ પ્રવિણભાઇ રાઠવાએ આભાર વિધિ કરી હતી. સૌએ સાથે ભોજન લઈને સદસ્યતા જોડો કાર્યક્રમ સફળ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here