યોગ એવોર્ડ મેળવવા માંગતા છોટાઉદેપુર જિલ્લાના યોગ કોર્ડિનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનર ધ્યાન આપે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

રાજય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાતરાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન મળે તથા યોગ બોર્ડ સાથે સંક્ળાયેલા યોગકોર્ડિનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજય યોગ એવોર્ડ આપવાનું નકકી કરેલ છે.
યોગ એવોર્ડ માટે અરજી કરવા માંગતા યોગ કોર્ડિનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનરો ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલું હોવું જોઇએ. યોગ બોર્ડનું યોગ કોચ યોગ ટ્રેનર તરીકેનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઇએ. એવોર્ડ મેળવવા માટે ઉંમરનો કોઇ બાધ નથી. એવોર્ડ માટે સત્ય અને અપડેટ કરેલ પ્રોફાઇલ(બાયોડેટા) પુરાવા સાથે રજૂ કરવાના રહેશે. અરજીમાં નામ સરનામું, ફોટો અને ફોન નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલી કામગીરીના ફોટા સાથે નકકર પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનાના પુરાવા સાથેનો એક પેજનો બાયોડેટા સાથે તા. ૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં જીલ્લા યુવા વિકાસઅધિકાીની કચેરી, છોટાઉદેપુર ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી છોટાઉદેપુરનો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here