જુનાગઢ : સરકારની વિવિધ યોજના ની માહિતી અંગે માળિયા હાટીનામાં કાર્યક્રમ યોજાયો

માળીયા હાટીના, (જૂનાગઢ) મયુર કૉદાવલા :-

જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા માળીયાહાટીના અને માંગરોળ વિસ્તારના લાભાર્થીઓ માટેનો એક કાર્યક્રમ આજે માળીયાહાટીનામા પટેલ સમાજ ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા ની ઉપસ્થિતિમાં અને જુનાગઢ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ નાજાભાઇ સિસોદિયા ની ભારે જહેમત થી જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટા રિયા સાવલ ડેરીના પ્રમુખ દિનેશભાઈ ખ ટા રિયા ની ઉપસ્થિતિ માં યોજાયો હતો.
આ કાય ક્રમ માં કાનજીભાઈ યાદવ હમીર સિંહ સિસોદિયા ઠાકરશીભાઈ જાવિયા રાજેશભાઈ ભાલોડીયા નાજા ભાઈ રામ સરપંચ જીતુભાઈ સિસોદિયા મહેન્દ્રભાઈ ગાંધી ડી કે સિસોદિયા વંદનાબેન મકવાણા ઠા રણભાઈ સિંધવ જેઠા ભાઈ ચુડાસમા માધાભાઈ બોરીચા સહિતના માંગરોળ અને માળિયા હાટીના વિસ્તારના ભાજપના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા એ અને દિનેશભાઈ ખાટા રિયા એ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે કરેલા વિકાસના કામોની માહિતી આપી હતી અને સરકારની યોજના થી લાભાર્થીઓને વાકેફ કર્યા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા પંચાયતના સદસ્ય દિલીપભાઈ સિસોદિયાએ અને માંગરોળના શ્રી રમેશભાઈ જોશી એ કરેલ હતું અને આભાર વિધિ માળીયાહાટીના ના હમીરસિંહભાઈ સભાપતિએ કરેલ હતી.
આ કાર્યક્રમમાં અનેક ગામડાઓમાં મંજુર થયેલ કામના વર્ક ઓર્ડરો પણ અપાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here