મોરબી શહેર જિલ્લામાં સરકારી કચેરીમાં લોક ડાઉનની યાદો હાલ પણ યથાવત !!!?

મોરબી,
આરીફ દીવાન

“ગુજરાતમાં સરકાર દ્વારા મોટાભાગના વિસ્તારો લોક ડાઉન મુક્ત હોવા છત્રા સરકારી કચેરીમાં પ્રજા લક્ષ્ય કામમાં વિલંબ લોક ડાઉન અંતર્ગત હોય જે સરકાર જાણે છે? કે અંજાન !?”

ગુજરાતમાં મોટા ભાગે સરકાર દ્વારા કોરોનાવાયરસ અંતર્ગત ધંધા-રોજગાર મંદીની ઝપટમાં આવ્યા હોય જેથી સરકારે પ્રજાલક્ષી આત્મનિર્ભર મતદાર પ્રજાજનો થાય તેવા હેતુસર મોટાભાગના વિસ્તારોમાં લોક ડાઉન ઉઠાવી લીધું છે છતાં કોરોના અંતર્ગત ગુજરાતના મોટા ભાગની સરકારી કચેરીઓ જેવી કે સેવા સદન કોર્ટ આરટીઓ રેલ્વે સ્ટેશનનો સહિત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કચેરીઓમાં જાણે લોક ડાઉન યથાવત રહ્યું હોય તેમ અરજદારોની અરજીઓ પેન્ડિંગ પડી છે ઘણા બધા વિકાસલક્ષી કામો માં બ્રેક લાગી ગઇ છે જેના પરિણામે પોલીસ ગુનેગારોને ઝડપી પાડયા પછી કોર્ટમાં પણ કોરોના વાઇરસ એ હાહાકાર મચાવી દીધો હોય જેના પરિણામે પકડાયેલા વાહનો જોડાવા તેમજ આરોપીને છોડાવવા માં હાલાકી પડી રહી છે શાળા હાઇસ્કૂલો બંધ હોવાથી વિધાર્થીઓના ભાવિ જોખમાઈ રહ્યું છે અને રાજ્ય સરકારની કચેરીઓ સેવાસદન સહિતની રાજ્ય અને કેન્દ્ર સરકારની કચેરીઓમાં મહત્વના કાર્યો દસ્તાવેજ આધારકાર્ડ ચુંટણીકાર્ડ ઓળખકાર્ડ આવકનો દાખલો જન્મ નો દાખલો વિગેરે કાર્યમાં લોકોને હાલાકી પડી રહી છે જેથી લોકો કોરોનાવાયરસ અંતર્ગત હાલ માત્ર સમસ્યાનો ભોગ બની રહ્યા હોય એમ મહેસૂસ કરી રહ્યા છે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મોટા ભાગનું લોક ડાઉન ખુલ્યા બાદ પણ સરકારી કચેરીઓમાં જાણે લોક ડાઉન ચાલી રહ્યું હોય તેમ લોકો મહેસૂસ કરી રહ્યા છે અને ભોગ બની રહ્યા છે જેના પરિણામે સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારી કચેરીઓમાં પણ લોક ડાઉન ખોલવામાં આવે તો બેંક તેમજ દસ્તાવેજ ના કાર્ય પદ્ધતિ માટે સરકારી કચેરીઓ નું મહત્વ રહ્યું છે જેમાં આધારકાર્ડ ચુંટણીકાર્ડ મા અમૃતમ યોજના કાર્ડ વિગેરે કાર્ડ સહિતના પ્રજાલક્ષી કાર્યો માં લોકોને લોગ ડાઉન ખુલ્યા બાદ પણ સરકારી કચેરીમાં લોક ડાઉન ચાલી રહ્યું હોય તેમ હાલાકી સાથે મહેસૂસ કરી રહ્યા છે તો વિકાસલક્ષી સરકાર દ્વારા ગુજરાતમાં આવેલા મોરબી જીલ્લાનું વિકાસ લક્ષી કાર્ય ઝડપી કરવા માટે સરકારી કચેરીઓમાં ચાલી રહેલા લોક ડાઉન જેવા માહોલ ને સોશિયલ ડિસ્ટન્સ સાથે ખુલ્લો દોર આપી મોરબી શહેર જિલ્લાના વિકાસને પ્રગતિ થતો કરે તેરી લોક લાગણી સાથે માગણી ઉઠવા પામી છે અને નોંધનીય છે કે કોરોનાવાયરસ અંતર્ગત મોરબી જીલ્લાના વાંકાનેર માં આધાર કાર્ડ ની કામગીરી બંધ હોવાથી મતદાર પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે ભ્રષ્ટાચાર મુક્ત અભિયાન ના ભાગરૂપે આપણા દેશના વડાપ્રધાને મોટાભાગની સિસ્ટમ ઓનલાઇન શરૂ કરેલ છે છતાં ઓનલાઇન સિસ્ટમનો લાભ મેળવવા માટે મતદાર પ્રજાને હાલાકી પડી રહી છે ચૂંટણી કાર્ડ આધાર કાડ ઓળખકાર્ડ વગેરે સરકારી કચેરીના કાર્ય મા લોકોને વિલાપ પડી રહ્યો છે માટે સરકારી કચેરીઓમાં પણ મોટાભાગનું લોક ડાઉન ખુલ્લુ મુકવામાં આવે તો મોરબી શહેર જીલ્લામાં વિકાસ રૂદ્ધા તો અટકી શકે તેવાતને કોઈ શંકા નુ સ્થાન નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here