થરાદ પોલીસ સ્ટેશનના મેઢાળા ગામે બનેલ અનડિટક્ટ ડબલ મર્ડરના કેસનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડતી થરાદ પોલીસ તથા એલ.સી.બી પાલનપુરની ટીમ

થરાદ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

થરાદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૫૦૫૦૨૧૦૯૫૦ ઇ.પી.કો ક.૩૦૨ મુજબના** ગુન્હાના કામે *મરણ જનાર (૧) સીતાબેન વા/ઓ ઇસરાભાઇ વરજાંગભાઇ જાતે.પટેલ ઉવ.૩૫ (૨) પરેશભાઇ સ/ઓ ઇસરાભાઇ વરજાંગભાઇ જાતે.પટેલ ઉવ.૧૩ બંને રહે.મેઢાળા તા.થરાદ* જિ.બનાસકાંઠાવાળાઓનુ કોઇ અજાણ્યા ઇસમે તિક્ષ્ણ હથિયારથી જીવેલણ હુમલો કરી ઇજા કરી મોત નિપજાવેલ હોઇ જે કામે અનડિટેક્ટ ડબલ મર્ડરનો ગુનો તા.૧૫/૦૭/૨૦૨૧ના રોજ દાખલ થયેલ, જે અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા બોર્ડર રેન્જ *આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને I/C નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.ટી.ગોહિલ સાહેબ,* થરાદનાઓની સીધી રાહબરી હેઠળ ડબલ મર્ડરના કેસનો ભેદ ઉકેલવા સુચના કરેલ હોઇ જે ગુન્હાના કામે તપાસ દરમિયાન એફ.એસ.એલ, ડોગ સ્કોડ, ફિગર પ્રિન્ટની મદદથી ગુનાનો ભેદ ઉકેલવા સ્થળ વિજીટ કરેલ અને ગુનાના કામે અલગ અલગ શંકાસ્પદ વ્યક્તીઓની પુછપરછ કરવા સારુ પોલીસની ટીમો બનાવેલ હોઇ જે ટીમો દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ ચાલુ હોઇ તથા મરણ જનારની તેમજ શંકાસ્પદ વ્યક્તીઓની કોલડિટેલ્સનો ઉડાણપૂર્વક અભ્યાસ કરતાં તેમજ હ્યુમન ઇન્ટેલીજન્ટ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ધુળમાં ધસી પોતાના ખેતરે જતો રહેલ.આ કામે સંયોગિક પુરાવાઓ એકઠા કરવામાં આવેલ *સદરહુ ગુન્હાના કામે પરબતભાઇ જીવાભાઇ પટેલ રહે.મેઢાળા તા.થરાદ વાળાને લાવી યુક્તિ પ્રયુક્તિ થી તેમજ કોલડિટેલ્સ તથા સાંયોગીક પુરાવા આધારે તેની પુછપરછ કરતાં સદરહુ પરબતભાઇએ ગુન્હો કરેલાની કબુલાત કરેલ અને તેને મરણજનાર સીતાબેન સાથે છેલ્લા પોણા બે વર્ષથી પ્રેમ સંબંધ હોય તે તેના ઘરે અવારનવાર જતો અને તે તેની સાથે ફોનમાં વાતચીત કરતો તથા મરણજનાર સીતાબેનને અવારનવાર પૈસાની જરૂરીયાત પડતા તેણે પૈસા આપેલ અને તા.૧૪/૦૭/૨૦૨૧ના ક.૧૧/૩૦ વાગે તે મરણજનાર સીતાબેનના ઘરે ગયેલ તે વખતે તે તેના ઘરે ચુલા ઉપર રોટલી બનાવતી હતી તે વખતે તેણે તેની સાથે શરીર સંબંધ બાંધવાની વાત કરતા મરણજનાર સીતાબેને ના પાડેલ અને મરણજનાર સીતાબેને તહોમતદાર પાસે ૫૦,૦૦૦/- રૂપિયાની માગણી કરતા તહોમતદાર પરબતભાઇએ મરણજનારને અગાઉ પૈસા આપેલ હોય જે હજુ સુધી પરત આપેલ ન હોય જેથી વધુ રૂપિયા આપવાનો ઇન્કાર કરતા મરણજનાર સીતાબેને તેના ઉપર બળાત્કારનો કેસ કરીશ તેમ કહેતાં પરબતભાઇને બદનામ થવાનો ડર લાગતાં મરણજનારના ઘરની બહાર પડેલ કુહાડી વડે સીતાબેનને માથામાં ઉધી કુહાડીના બે ઘા મારતાં તે નીચે પડી ગયેલ અને લોહી લુહાણ થયેલ તે સમયે સીતાબેનનો દિકરો પરેશ શાળાએથી ભણીને ઘરે પરત આવતા જે તહોમતદાર પરબતભાઇને મારતાં જોઇ જતાં મરણજનાર પરેશ બીકનો માર્યો ઢાળીયામાં દોડીને જતો રહેલ જેથી પોતાની ખબર બધાને પડી જશે તેની બીકથી તેની પાછળ જઇ કુહાડીના ધા મારતાં નીચે પડી ગયેલ* અને બંનેને કુહાડીના ધા મારી કુહાડી ઉપર લોહી હોય જે લોહી સાફ કરી તેમજ કુહાડી છે. આમ, વણ ઉકેલ્યા ડબલ મર્ડરના ગુનાનો ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here