મોરબી વોર્ડ નંબર 4 માં રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ

મોરબી, આરીફ દીવાન :-

મોરબી ખાતે અહીં આવેલા વોર્ડ નંબર 4 સો ઓરડી વિસ્તાર માં આવેલા પ્રાથમિક શાળા પોટરીમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તારીખ 11 2 2023 ને શનિવારના રોજ રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફિસ મોરબી માર્ગદર્શન હેઠળ સો ઓરડીના પોટરી પ્રાથમિક શાળા ખાતે કૃમિનાશક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને કુપોષણ અને આરોગ્ય તંદુરસ્ત ના ભાગરૂપે ગોળી વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તેમજ હેલ્થ ઓફિસની ટીમ સહિત અર્બન હેલ્થ સેન્ટર વિભાગના કર્મચારીઓ ફરજ ના ભાગે ઉજવણી અંતર્ગત કામગીરી કરી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વોર્ડ નં.4 મહિલા કાઉન્સિલર જસવંતી બેન સુરેશભાઈ શિરોહીયા તેમજ સામાજિક કાર્યકર અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોયા તેમજ અર્બન હેલ્થ સેન્ટરના એસ આઈ અજય વાઘેલા તેમજ એફએચડબલ્યુ ના પૂનમબેન જોષી સહિત આરબીએસકે ટીમ ના ડોક્ટર પ્રકાશ ભાઈ અને ડોક્ટર ભૂમિ તેમજ પોટરી પ્રાથમિક શાળા ના આચાર્ય તેમજ શિક્ષકો સહિતના રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ ઉજવણી કરેલ જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here