વેજલપુર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી હવામાન માપક યંત્ર બેટરી અને સોલર પેનલ ની ચોરી થતા ફરિયાદ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વેજલપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ હવામાન વિજ્ઞાન તરીકે નોકરી કરતા મૂળ રાજસ્થાનના અને હાલમાં વેજલપુર ખાતે રહેતા સુનિલકુમાર બાબુલાલ યાદવ દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દિલ્હી તથા ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દિલ્હી દ્વારા જિલ્લા કૃષિ પરિયોજના એકમ હાલમાં ચાલુ છે જે યોજના અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાછળના ભાગમાં AWS (સ્વયં સંચાલિત મૌસમ સ્ટેશન ) છેલ્લા ત્રણ વર્ષથી લગાવવામાં આવ્યું હતું. જેના મારફતે વાતાવરણનું તાપમાન, હવા ની ગતી . માટીનું તાપમાન, ભેજ , તાપ અને વરસાદ માપી શકાય છે ગત તા ૧૧/૦૭ ના રોજ ફરિયાદી પોતાની ફરજ ઉપર આવ્યા ત્યારે ૧૦/૦૭ નો જ રાત્રી નો ડેટા મળેલ ત્યારબાદ નો કોઈ ડેટા મળી આવેલ નહીં બીજા દિવસે બપોરના સમય સુધી કોઈ ડેટા અપડેટ ન થતા AWS સિસ્ટમ નાખેલ છે ત્યાં રૂબરૂ જઈને તપાસ કરેલ તો સિસ્ટમ સાથે જોડેલા વાયરો કપાયેલા જોવા મળેલ તેમજ સોલર પેનલ અને બેટરી પણ જોવા મળેલ નહીં જેથી તપાસ કરતા કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી ગયા હોવાનું ગણાતા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ડેટા લોગર સીમ સાથે અને બેટરી અને સોલર પેનલ કુલ રૂ ૧૬,૫૦૦/ ની કિંમતનો મુદ્દામાલ ની ચોરી બાબતે ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here