મોરબી જિલ્લા પંથકમાં પવન વાવાઝોડા વરસાદ વરસતા બજારમાં કરફ્યુ જેવો માહોલ..!!!

મોરબી, આરીફ દીવાન :-

જિલ્લા કક્ષાના અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓની અપીલ અંતર્ગત સવેચ્છાએ દુકાનો વેપારીઓએ રાખી બંધ”

સમગ્ર મોરબી શહેર જિલ્લામાં વાવાઝોડું પવન વરસાદ અંતર્ગત મોરબી વાંકાનેર ટંકારા હળવદ પંથક માં મોટાભાગની દુકાનો બપોર ના બે વાગ્યા બાદ લોકોએ સ્વેચ્છાએ બંધ કરી જિલ્લા કક્ષાના અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય ની અપીલને સમર્થન આપી કુદરતી આપત્તિ જનક પરિસ્થિતિ પવન વાવાઝોડા વરસાદ અંતર્ગત સમગ્ર મોરબી જિલ્લા પંથકમાં કલફ્યુ જેવું વાતાવરણ બપોર બાદ છવાઈ ગયું છે દરિયાઈ વિસ્તારો એવા નવલખી માળીયા વિસ્તારમાં પવન સાથે સાથે વરસાદ પણ આગાહીને સાર્થક કરી રહ્યો હોય તેમ ધીમીધારે વરસાદી રેડુ પવન સાથે વરસાદ પડી રહ્યો છે તેવું સ્થાનિક લોકો મહેસૂસ કરી રહ્યા છે વરસાદ દરમિયાન ઠંડા પવન સાથે ઠંડીનો માહોલ સાથે ઠંડુ વાતાવરણ સમગ્ર મોરબી જિલ્લા પંથકમાં રહ્યું છે અને રાત્રે 8:30 થી 9:00 વાગ્યા સુધીમાં આજરોજ એટલે કે વિશ્વ પવન દિવસ નિમિત્તે 15 6 2023 ના રોજ કચ્છના દરિયાઈ વિસ્તારમાં ટકરાઈ શકે છે તેવું હવામાન ખાતાના સંકેતો અંતર્ગત તંત્ર એલર્ટ સમગ્ર રાજ્યમાં રહ્યું છે ત્યારે આ વાવાઝોડુ પવન વરસાદ અંતર્ગત શાળા સ્કૂલોમાં પણ વધુ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે હાલ મોરબી પંથકમાં કાચા પાકા જોખમી મકાનો કે ઝુપડ પટ્ટી નિચાણવાળા વિસ્તાર સહિત નદી નાલા દરિયાઈ રણ વિસ્તાર માંથી લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડી તંત્ર અને રાજકીય નેતાઓ દ્વારા પ્રજાલક્ષી કામગીરી હાથ ધરી વ્યવસ્થા કરવામાં આવી છે જે પવન વરસાદ ના સમાચારો મીડિયાના માધ્યમથી તત્કાલ પ્રજા સમક્ષ પહોંચી રહ્યા છે જેથી છેવાડાના વિસ્તારના સમાચારો હાલ સોશિયલ મીડિયાથી માંડી પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા વાવાઝોડું વરસાદ પવન અંતર્ગત કવરેજ થઈ રહ્યું છે જે મોરબી વાંકાનેર ટંકારા હળવદ પંથકમાં પડેલા વરસાદ થી સમગ્ર મોરબી જિલ્લામાં ઠંડુ ગાર વાતાવરણ છવાયેલું જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here