બાબરામાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

તાલુકા કોંગ્રેસ પક્ષ તરફથી આપવામાં આવેલ આવેદનપત્રમાં માર્ચ ૨૦૨૦ થી જુન ૨૦૨૦ સુધીના તમામ લોકોના વીજળીના બીલ માફ કરવા,વેરા માફી, શાળાની ફી માફી વિગેરે માંગણીઓ કરાઈ

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કાળો કહેર પ્રસરાયો છે ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓને લઈ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મરના અધ્યક્ષ સ્થાને તાલુકા કોંગ્રેસ દ્વારા બાબરા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં મુદ્દાઓ હતો કે, માર્ચ ૨૦૨૦ થી જુન ૨૦૨૦ સુધીના તમામ લોકોના વીજળીના બીલ માફ કરવા તથા ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરીવારના તમામ વેરાઓ માફ કરવા તેમજ ખાનગી શાળાઓના આગામી સત્રની ફી પણ માફ કરાવવી સાથે ખેડુતોના કુષિ ધિરાણને ઓટો રીન્યુલ કરી વ્યાજ પણ માફ કરવામાં આવે તે બાબતે આજરોજ બાબરા તાલુકા કોંગ્રેસ પક્ષ અને લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મરના અધ્યક્ષ સ્થાને બાબરા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.
આ તકે બાબરા લાઠીના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મર, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી, તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી કુલદિપભાઈ બસીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી જસનતભાઈ ચોવટીયા, પ્રતાબભાઈ કોઠીવાળ, સહિત તાલુકા કોંગ્રેસના આગેવાનો યુવા કાર્યકર્યાઓ હાજર રહ્યા હતા અવે બાબરા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવા માં આવેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here