ટંકારા પોલીસે પવન વાવાઝોડાને ધ્યાને લઇ નેસડા અને સુરજી ગ્રામ્ય વિસ્તારમાં થી 80 થી 100 પરિવારજનોને સ્થળાંતર કરાવ્યા

મોરબી, આરીફ દીવાન :-

સમગ્ર રાજ્યમાં તારીખ 13 14 15 એમ ત્રણ દિવસ વાવાઝોડા પવન વરસાદ અંતર્ગત કરેલી હવામાન ખાતાની આગાહી ના સમર્થનમાં સમગ્ર રાજ્યભરમાં સરકારી તંત્ર એલર્ટ થયું છે ત્યારે પોલીસ તંત્ર પણ ફરજ ના ભાગે પ્રજાના રક્ષક તરીકે હવામાન પવન વરસાદ અંતર્ગત કડક પેટ્રોલિંગ સાથે કાચા પાકા જોખમી મકાનો તેમજ નીચાણ વાળા અને ઝૂંપટ્ટી વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવામાં ટંકારા પોલીસે પણ કામગીરી ફરજ ના ભાગે હાથ ધરી છે ત્યારે ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સતત કડક પેટ્રોલિંગ સાથે સાથે લોકોને કાચા મકાન પાકા જોખમી મકાન સહિત ઝૂપટ્ટી અને નીચાણ વાળા વિસ્તારો માંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે જેમાં નેસડા સુરજી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારના ખેતર વાડી વિસ્તાર માંથી 80 થી 100 જેટલા પરિવારજનોને રેવાને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને આજરોજ તારીખ 15 6 2023 એટલે કે પવન દિવસ નિમિત્તે સતત તંત્ર એલર્ટ થઈ નેશનલ હાઈવે તેમજ જોખમી બેનરો હોર્ડિંગ્સ બોર્ડ ખસેડવાની કામગીરી સાથે ટંકારા પોલીસ તંત્ર પણ સમગ્ર વિસ્તારમાં એલર્ટ રહી છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here